વડનગર રેલ્વે સ્ટેશન સામે અંદાજે રૂ.૧૭ કરોડના ખર્ચે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટેશન હબ અને પબ્લિક પ્લાઝા વિકસાવવામાં આવી રહ્યું છે.પા‹કગ એમ્ફી થિયેટર પાથ-વે ફૂડ પ્લાઝા સહિતની વધુ સુવિધાઓ વડનગર આવનારા પ્રવાસીઓને ઉપલબ્ધ થશે.પ્રોજેક્ટ્સની કામગીરીમાં ગુણવત્તાયુક્ત કામો અંગે મુખ્યમંત્રીએ જરૂરી સૂચનો કર્યા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક અને પુરાતત્વીય ધરોહર સમાન વડનગરમાં રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સની કામગીરી પ્રગતિનું નિરીક્ષણ સ્થળ મુલાકાત લઈને કર્યું હતું.
વડનગરના રેલ્વે સ્ટેશન સામે નિર્માણ થઈ રહેલા મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબની કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે તે માટે રેલ્વે અને રાજ્ય સરકારના ટુરીઝમ ડિપાર્ટમેન્ટ વચ્ચે આ પ્રોજેક્ટના યોગ્ય કો-ઓર્ડીનેશન અને ઈન્ટીગ્રેશન માટે મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને પગલે પુરાતતવીય અને ઐતિહાસિક નગરી વડનગરનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે. જેને પગલે મુસાફરો અને યાત્રિકો માટે પર્યટનની સુવિધાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશથી વડનગર રેલવે સ્ટેશનથી શહેરના મુખ્ય જાવાલાયક સ્થળો સાથે જોડતું મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ અને પબ્લિક પ્લાઝાનું અંદાજે રૂ.૧૭કરોડના ખર્ચે નિર્માણ થઇ રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પા‹કગ, વિશ્રામ એરિયા, કાફે ટેરિયા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. તેમજ સમગ્ર પરિસરમાં બે હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે તેનું પણ મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું.
સ્વદેશ દર્શન યોજના અન્વયે હેરિટેજ સર્કિટમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ, તાનારીરી પાર્ક અને આસપાસના તળાવો, લટેરી વાવ, અંબાજી કોઠા તળાવ, રેલવે સ્ટેશન, ફોર્ટવોલ વગેરેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હબની હાથ ધરાઈ રહેલી કામગીરીની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ કરીને ગુણવત્તા જાળવણી માટેના જરૂરી સૂચનો કર્યા હતા.
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસાવાઈ રહેલા આ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટટેશન હબની મુખ્યમંત્રીએ મુલાકાત લઇ કામગીરી નિરીક્ષણ કર્યું તે વેળાએ પ્રવાસન સચિવ ડા. રાજેન્દ્ર કુમારે તેમને પ્રોજેક્ટની પ્રગતિની સંપૂર્ણ વિગતોથી માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય કે. કે. પટેલ, પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવરાજેન્દ્રકુમાર, પ્રવાસન કમિશ્નરપ્રભવ જોષી, પવિત્ર યાત્રા વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા, જિલ્લા કલેકટરએસ. કે. પ્રજાપતિ ,જિલ્લા વિકાસ અધિકારી ડા. હસરત જસ્મીન અને પ્રવાસન વિભાગના અધિકારીઓ તેમજ ઉપસ્થિત રહ્યા હતા.
એલ. એન્ડ ટી. દ્વારા વડનગરમાં ૧૪ જેટલા વિવિધ ટ્રેડ્સ સાથે ઈન્સ્ટીટ્યુટનું નિર્માણ થઈ રહ્યું છે.સ્થાનિક યુવાઓ માટે બાંધકામ ક્ષેત્રે સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા રોજગારીની તકો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરની તેમની મુલાકાત દરમિયાન એલ. એન્ડ ટી. ઈન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન સ્કીલ્સ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટની થઈ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ.
એલ. એન્ડ ટી. ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન સ્કીલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યૂટ ઔદ્યોગિક માંગને અનુરૂપ વિવિધ ૧૪ જેટલા ટ્રેડ્સમાં તકનીકી કોર્સનું શિક્ષણ અને વોકેશનલ ટ્રેનીંગ આપશે. રાજ્ય સરકારે ફાળવેલી ૩૭,૬૨૮ ચો.મીટર જમીન પર ચાર હજાર ચો.મીટરના ઓપન પ્રેકટીકલ યાર્ડ સાથે આ ઈસ્ટીટ્યુટનું કામ ચાલી રહ્યું છે.
વાર્ષિક ૩,૦૪૦ તાલીમાર્થીઓને લાંબા અને ટૂંકા ગાળાના સિવિલ ટ્રેડ્સના અભ્યાસ ક્રમોમાં આ ઇન્સ્ટીટ્યૂટમાં તાલીમ વ્યવસ્થા છે. એલ. એન્ડ ટી. ના આ કન્સટ્રક્શન સ્કીલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યૂટમાં ડિજીટલ બોર્ડ અને ઇ-લ‹નગ સહિતની એડવાન્સ્ડ ટ્રેનિંગ ડિલીવરી સિસ્ટમ્સ ઉપલબ્ધ કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ એલ. એન્ડ ટી. ના આ ઇન્ટીટ્યૂટની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ સાઈટ પર જઈને કર્યું તે અવસરે શ્રમ રોજગાર અગ્ર સચિવ ડા. વિનોદ રાવ, ધારાસભ્ય કે.કે. પટેલ, જિલ્લા કલેક્ટરએસ.કે.પ્રજાપતિ તથા એલ. એન્ડ ટી. કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઇન્સટીટ્યૂટના નેશનલ હેડ જે.રઘુરામન, એરિયા મેનેજરનેહલ શાહ અને પ્રોજેક્ટ્સના ક્લસ્ટર હેડ ભૂપેશ દત્તા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.