અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ગેરકાયદે કલીનિકલ ટ્રાયલ કૌભાંડનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. આ કૌભાંડમાં આશરે ૧૫ કરોડ રૂપિયાની ઉચાપતનો આરોપ છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  દ્વારા નિવૃત્ત સુપરિન્ટેન્ડન્ટ ડો. મનીષ પટેલ, ડો. દેવાંગ રાણા સહિત ૧૫ ડોક્ટરોને માત્ર ૧.૫ કરોડ રૂપિયાની રિકવરી નોટિસ આપવામાં આવી છે. આ નજીવી રકમની રિકવરી નોટિસને લઈને વિવાદ ઊભો થયો છે, અને એવું માનવામાં આવે છે કે આ નિર્ણય દ્વારા વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

વીએસ હોસ્પિટલમાં ગેરકાયદે કલીનિકલ ટ્રાયલ્સ દ્વારા મોટી રકમની ઉચાપતનો આરોપ લાગ્યો હતો. આ કૌભાંડમાં ૫૮ કલીનિકલ ટ્રાયલ્સની વાત સામે આવી છે, જેમાં એક ટ્રાયલમાં જ ૩૨ લાખ રૂપિયા લેવાયા હોવાનું બહાર આવ્યું છે. આ ટ્રાયલ્સની રકમનું વહેંચણી મુજબ સંસ્થાનેઃ ૪૦%,મુખા તપાસકર્તા ડોક્ટરઃ ૪૦%,સહાયક તપાસકર્તા ડોક્ટરઃ ૧૫%,,મેડિકલ સુપરિન્ટેન્ડન્ટઃ ૨%,ડીનઃ ૨%,એથિકલ કમિટીના સેક્રેટરીઃ ૧%

આ ઉપરાંત, આ કૌભાંડમાં સામેલ ૮ ડોક્ટરોને એએમસી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે ૪-૫ અન્ય ડોક્ટરો, જેઓ અગાઉ કોન્ટ્રાક્ટ પર હતા અને હવે હોસ્પિટલ છોડી ચૂક્્યા છે, તેમને પણ રિકવરી નોટિસ આપવામાં આવી છે.રિકવરી નોટિસની વિગતો એએમસી દ્વારા જારી કરવામાં આવેલી રિકવરી નોટિસમાં નીચેના ડોક્ટરોનો સમાવેશ થાય છેઃડો. ધૈવત શુક્લઃ ૯૦ લાખ રૂપિયા ડો. દેવાંગ રાણાઃ ૫૦ લાખ રૂપિયા ડો. મનીષ પટેલઃ ૪ લાખ રૂપિયા  આ રકમ ૧૫ કરોડની કુલ ઉચાપતની તુલનામાં નજીવી ગણાય છે, જેના કારણે એએમસીના આ નિર્ણય પર સવાલો ઉભા થયા છે.

નિવૃત્ત સુપરિન્ટેન્ડન્ટ ડો. મનીષ પટેલે ૨૫ એપ્રિલે તપાસ કમિટી સમક્ષ હાજર થઈને જણાવ્યું હતું કે, કલીનિકલ ટ્રાયલ્સમાંથી મળેલી ૬ કરોડથી વધુની રકમમાંથી ૧૦% રકમ વીએસ હોસ્પિટલમાં જમા કરાવવામાં આવી છે. તેમણે એમ પણ ઉમેર્યું કે, ઓલ ઇન્ડિયા ઈન્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જેવી સંસ્થાઓમાં પણ કલીનિકલ ટ્રાયલ્સની રકમના માત્ર ૧૦% જ સંસ્થામાં જમા થાય છે, અને વીએસ હોસ્પીટલે પણ આ જ નિયમનું પાલન કર્યું છે. તેમણે કમિટીને આગ્રહ કર્યો કે, હિસાબની ચકાસણી કરવામાં આવે તો તમામ વિગતો સ્પષ્ટ થશે. જાકે, તપાસ કમિટીએ આ દલીલોને ધ્યાને લીધી નથી, એવું જણાય છે.

આ કૌભાંડને બહાર લાવનાર એએમસી કોર્પોરેટર રાજશ્રી કેસરીએ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, “એક જ કલીનિકલ ટ્રાયલમાં ૩૨ લાખ રૂપિયાની રકમ લેવાઈ હોવાનું મારા ધ્યાને આવ્યું છે. જા ૫૮ ટ્રાયલ્સ થયા હોય, તો કલ્પના કરો કે કેટલી મોટી રકમની ઉચાપત થઈ હશે! માત્ર ૧.૫ કરોડની રિકવરી નોટિસ આપીને આ મામલાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, આ નજીવી રિકવરી નોટિસ એ આરોપીઓને બચાવવાનો પ્રયાસ લાગે છે, અને આ મામલે વધુ ઊંડાણપૂર્વકની તપાસ થવી જોઈએ.

વીએસ હોસ્પિટલમાં ગેરકાયદે કલીનિકલ ટ્રાયલ્સનો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એવું જાણવા મળ્યું કે, આ ટ્રાયલ્સ માટે યોગ્ય નૈતિક મંજૂરી લેવામાં આવી ન હતી, અને ટ્રાયલ્સની રકમનું યોગ્ય હિસાબ રાખવામાં આવ્યું ન હતું. આ ઉપરાંત, ટ્રાયલ્સમાંથી મળેલી રકમનું વહેંચણી પણ નિયમોની વિરુદ્ધ હોવાનું આરોપ છે. છસ્ઝ્રએ આ મામલે તપાસ કમિટી રચી હતી, પરંતુ કમિટીના અહેવાલ અને રિકવરી નોટિસની રકમને લઈને પ્રશ્નો ઉભા થયા છે.