એસઆઇઆર પ્રક્રિયા વચ્ચે દેશમાં ૩ બીએલઓના આપઘાતને પગલે ચકચાર મચી છે.જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કેરળમાં બીએલઓના આપઘાતના બનાવ બન્યા છે.પ્રાથમિક તપાસમાં કામગીરીના ભારણથી કંટાળી પગલું ભર્યાનો દાવો કરવામાં આવ્યો છે.કેરળના કન્નૂરમાં બીએલઓએ ઘરમાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.જ્યારે રાજસ્થાનના જયપુરમાં બીએલઓએ ટ્રેન નીચે ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું.જેમાં સ્યુસાઈડ નોટમાં એસઆઇઆર કામગીરી મુદ્દે ધમકીનો આરોપ લગાવવામાં આવ્યો છે.તે સિવાય અધિકારીએ સસ્પેન્ડ કરવાની ધમકી આપ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે.ઉપરાંત મધ્યપ્રદેશના દતિયામાં બીએલઓએ સ્કૂલમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.બીએલઓના આપઘાત મુદ્દે સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.એસઆઇઆર પ્રક્રિયાથી માનસિક તણાવ હોવાનો પરિવારનો આક્ષેપ છે.કેરળમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેસીવ રિવિઝન માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈનાત કરાયેલા એક બૂથ લેવલ ઓફિસરનું રવિવારે આત્મહત્યા દ્વારા મૃત્યુ થયું. બાદમાં, રાજ્ય સરકારી કર્મચારીઓના એક સંગઠન અને બે અન્ય સંગઠનોએ જણાવ્યું હતું કે બીએલઓ સોમવારે કામથી દૂર રહ્યાં કન્નુરના ૪૪ વર્ષીય અનીશ જ્યોર્જના પરિવારે દાવો કર્યો હતો કે એસઆઇઆર પ્રક્રિયામાં નિર્ધારિત સમયમાં પોતાની ફરજા પૂર્ણ કરવાના પ્રયાસોમાં તેમના પર દબાણ આવી રહ્યું હતું. કન્નુર જિલ્લામાં સરકારી સહાયિત ઉચ્ચ પ્રાથમિક શાળામાં ઓફિસ સહાયક તરીકે કામ કરતો જ્યોર્જ રવિવારે તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો.બીજી તરફ, જયપુરમાં, એસઆઇઆર કાર્યક્રમથી નારાજ એક બીએલઓએ ટ્રેન સામે કૂદી પડ્યો. કલવાડના ધરમપુરાના રહેવાસી મુકેશ કુમાર જાંગીડ (૪૮) સરકારી શિક્ષક હતા. તેમના ખિસ્સામાંથી મળેલી સુસાઇડ નોટમાં જણાવાયું છે કે અધિકારીઓ તેમને કામના દબાણથી હેરાન કરી રહ્યા હતા અને તેમને સસ્પેન્ડ કરવાની ધમકી આપી રહ્યા હતા.

કોલકાતામાં, એક બીએલઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની પત્નીએ કહ્યું કે તેમના પર એસઆઇઆર કાર્ય પૂર્ણ કરવાનું દબાણ હતું. કન્નુરમાં એક બીએલઓની આત્મહત્યા બાદ, કેરળભરના બૂથ-સ્તરના અધિકારીઓ આજે કામનો બહિષ્કાર કરશે. વિરોધ જૂથોનો આરોપ છે કે ચાલુ એસઆઇઆર પ્રક્રિયા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે બીએલઓ ભારે દબાણ હેઠળ છે.કેરળ એનજીઓ એસોસિએશને રાજ્યભરમાં મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી અને કલેક્ટરો તરફ વિરોધ કૂચ કરવાની પણ જાહેરાત કરી છે. એસોસિએશનનો દાવો છે કે બીએલઓને પૂરતો સમય ન આપવા છતાં, ૨૩ વર્ષ પહેલાં પ્રકાશિત થયેલી મતદાર યાદીઓમાં સુધારો કરવા માટે દિવસ-રાત કામ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે.