એશિયા કપ ૨૦૨૫ માટે ભારતની ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલ ૯ સપ્ટેમ્બરથી શરૂ થનારી આ બહુ-રાષ્ટ્રિય ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરતો જાવા મળશે. માર્ચ ૨૦૨૫ પછી, ટીમ ઇન્ડિયા પહેલી વાર મર્યાદિત ઓવરના ફોર્મેટમાં રમશે. અગાઉ, ભારતીય ટીમે ફેબ્રુઆરી-માર્ચમાં રમાયેલી ચેમ્પિયંસ ટ્રોફી જીતી હતી. ટીમ ઇન્ડિયા એશિયા કપની ડીફેન્ડીંગ ચેમ્પિયંસ છે. ૨૦૨૩ માં, તેઓએ ટાઇટલ જીત્યું. તે વર્ષે આ ટુર્નામેન્ટ વનડે ફોર્મેટમાં રમાઈ હતી. ટીમની જાહેરાત પહેલા, શુભમન ગિલ વિશે ઘણી ચર્ચા થઈ હતી, તેથી તે ભારતની ટી ૨૦ ટીમમાં પાછો ફર્યો છે. આ સાથે, તેને આ ટુર્નામેન્ટ માટે ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. યશસ્વી જયસ્વાલ ટીમમાં પોતાનું સ્થાન બનાવી શક્યો નથી. તે જ સમયે, શ્રેયસ ઐયરનું નામ પણ ટીમમાં નથી. આ સાથે, બે વિકેટકીપર સંજુ સેમસન અને જીતેશ શર્માને આ ટીમમાં સ્થાન મળ્યું છે. રોહિત અને વિરાટ આ વખતે એશિયા કપ નહીં રમેટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માં યોજાવાનો છે, જેના કારણે આ વખતે એશિયા કપ ટી ૨૦ ફોર્મેટમાં રમાશે. આવી સ્થિતિમાં, ભારતના બે દિગ્ગજ ખેલાડીઓ, રોહિત શર્મા અને વિરાટ કોહલી, આ ટુર્નામેન્ટમાં રમતા જાવા મળશે નહીં. આ બંને ખેલાડીઓએ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ નો ખિતાબ જીત્યા બાદ ટી ૨૦ માંથી નિવૃત્તિ લીધી. આવી સ્થિતિમાં, આ બે ખેલાડીઓ વિના ટીમ ઇન્ડિયા આ એશિયા કપમાં કેવું પ્રદર્શન કરે છે તે જાવું રસપ્રદ રહેશે.એશિયા કપ ૨૦૨૫ માં, ટીમ ઇન્ડિયા ૧૦ સપ્ટેમ્બરે યુએઈ સામેની મેચથી તેના અભિયાનની શરૂઆત કરશે. પરંતુ ચાહકો જે મેચની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે તે ૧૪ સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સામે ટકરાશે. તમને જણાવી દઈએ કે આ એશિયા કપમાં, ચાહકોને ત્રણ વખત ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ જાવા મળશે.એશિયા કપ ૨૦૨૫ માટે ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઈને ગ્રુપ છમાં રાખવામાં આવ્યા છે. જા કોઈ મોટો અપસેટ ન થાય, તો ભારતની ટીમ ગ્રુપ સ્ટેજ નંબર ૧ પર અને પાકિસ્તાનની ટીમ નંબર ૨ પર સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, સુપર-૪માં આ બંને ટીમો વચ્ચે ફરી એકવાર મેચ જાવા મળી શકે છે. બીજી તરફ, જા ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં પહોંચવામાં સફળ થાય છે, તો ત્યાં પણ તેમની વચ્ચે મેચ જાવા મળી શકે છે.સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), હર્ષિત રાણા, રિંકુ સિંહ પસંદગીકારોએ ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે ૨૦૨૩ના એશિયા કપમાં પણ ખિતાબ જીત્યો હતો. આ વખતની એશિયા કપ ટીમમાં એવા પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી નથી, જેમણે પોતાની ટી ૨૦ કારકિર્દીની શાનદાર શરૂઆત કરી હતી પરંતુ તેમને ભારતની ટી ૨૦ ટીમમાં તક મળી રહી નથી.ઐયરે ચેમ્પિયંસ ટ્રોફી ૨૦૨૫માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઐયરે ભારત માટે અત્યાર સુધીમાં ૫૧ ટી ૨૦ મેચ રમી છે જેમાં તેણે ૧૩૬.૧૨ના સ્ટ્રાઇક રેટ અને ૩૦.૬૬ની સરેરાશથી ૧૧૦૪ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૮ અડધી સદી પણ ફટકારી છે. તો પંજાબ કિંગ્સ ઐયરની કેપ્ટનશીપમાં ફાઇનલમાં પહોંચી હતી.યશસ્વી જયસ્વાલને એશિયા કપ માટે પસંદ કરાયેલી ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે જયસ્વાલને ત્રણેય ફોર્મેટનો શ્રેષ્ઠ ખેલાડી માનવામાં આવે છે, આ પછી પણ તેને ટી ૨૦ ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી, જયસ્વાલને સ્ટેન્ડ બાય તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે યુવા જયસ્વાલે ૨૩ ્૨૦ આંતરરાષ્ટ્રિય મેચોમાં ૭૨૩ રન બનાવ્યા છે. જયસ્વાલે ભારત માટે છેલ્લી વખત જુલાઈ ૨૦૨૪માં શ્રીલંકા સામે ટી ૨૦ આંતરરાષ્ટ્રિય મેચ રમી હતી.ઇશાન કિશન માટે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. કિશનને ટી ૨૦ ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો નથી. ૨૩ વર્ષીય ઇશાન કિશન લાંબા સમયથી રાષ્ટ્રિય ટીમની બહાર છે. તમને જણાવી દઈએ કે કિશન ઈજાને કારણે દુલીપ ટ્રોફીમાંથી પણ બહાર છે. હાલમાં તે બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે.મોહમ્મદ શમીને પણ એશિયા કપ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટથી બહાર છે. ભારત અને ઇંગ્લેન્ડ શ્રેણી પછી તેની વાપસીની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ એશિયા કપ ટીમની જાહેરાત સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે શમી માટે ભારત માટે રમવું મુશ્કેલ છે. ભારતીય ટીમના અનુભવી સ્પિનર યુઝવેન્દ્ર ચહલને એશિયા કપ ટીમમાં સ્થાન મળ્યું નથી. તમને જણાવી દઈએ કે ચહલ ભારત માટે ટી ૨૦માં બીજા નંબરે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેના નામે ૯૬ વિકેટ છે. જાકે, ચહલ લાંબા સમયથી ટીમ ઇન્ડિયાથી બહાર છે.