અમરેલી તાલુકાના તરકતળાવ ગામના વતની અને હાલ સુરત રહેતા કિશોરભાઈ માંગરોળીયાની પુત્રી દિવ્યાબેન માંગરોળીયાને એલ.વી.બી. સુરત ગ્રોથમાં લીડરશીપ ટીમ ત્રણમાં પ્રમુખ તરીકે પસંદ કરાયા છે. તેમની પસંદગીને શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓએ આવકારી શુભેચ્છાઓ પાઠવી છે. તેઓની પસંદગી થતા તરકતળાવ ગામ અને માંગરોળીયા પરિવારનું નામ રોશન કર્યું છે. તેઓ ઉત્તરોતર પ્રગતિ કરે તેવી માંગરોળીયા પરિવારે શુભકામનાઓ પાઠવી છે.