ઓલિવર સ્ટોન દ્વારા દિગ્દર્શિત ૨૦૦૪ ની ફિલ્મ “એલેક્ઝાંડર” એ એક હિસ્ટોરિકલ એપિક છે જે એલેક્ઝાંડર ધ ગ્રેટના જીવન અને વિજયની આસપાસ અને આરપાર ફરે છે. ફિલ્મમાં કોલિન ફેરેલ એલેક્ઝાંડર બન્યો છે. બન્યો છે મતલબ બન્યો છે. તે એલેક્ઝાન્ડરથી પણ વિશેષ એલેક્ઝાન્ડર લાગે છે. જેમાં સહાયક કાસ્ટ છે જેમાં એન્જેલીના જોલી, વાલ કિલ્મર અને એન્થોની હોપકિન્સ સામેલ છે. આમાં એન્જેલીના જોલીને સહાયક ભૂમિકામાં ગણાવી છે તો એમ નહીં માનવાનું કે તે મુખ્ય હિરોઈન નથી. હા તે એલેક્ઝાન્ડર ધ ગ્રેટની માતાના રોલમાં છે. પરંતુ આખીય ફિલ્મમાં એનો પ્રભાવ એલેક્ઝાન્ડરની પત્ની કરતાં વધી જાય છે. કારણ એટલું જ કે તે એન્જેલીના જોલી છે. થોડીક ગોલી લાગે તો પણ અંતે તો એ જોલી છે. એના ભાગે ડાયલોગ પણ એકદમ ડોડવાછાપ આવ્યા છે. પોતાના બેડરૂમમાં સાપને પાળીને રાખતી એલેક્ઝાન્ડરની માતા નાનકડા એલેક્ઝાન્ડરને કહે છેઃ “આ સાપ છે. એને ગમે તેટલો પાળીને રાખો તો પણ તે એક દિવસ ડંસી જાય છે.” ( સિકંદરને એ એમ કહેવા માંગે છે કે તારો બાપ સાપ છે)
ઓલીવર સ્ટોનની આ ફિલ્મ તથ્યો સાથે કેટલીક સ્વતંત્રતા લે છે, પરંતુ તે ઐતિહાસિક રેકોડ્‌ર્સ અને પુરાતત્યવીય સંશોધનથી પણ ભરપૂર છે. પ્રાચીન સંસ્કૃતિઓ, કોસ્ચ્યુમ અને સેટિંગ્સ સંબંધિત વિગતોથી ફિલ્મ પ્રભાવશાળી બની છે, પ્રાચીન ગ્રીસ અને પર્સિયાની દુનિયામાં દર્શકો ડૂબી જાય છે. એમ કહેવામાં જરાય ખોટું નથી કે ઈસુ પૂર્વેની બીજી ત્રીજી સદીની દુનિયા આપણને સાક્ષાત જોવા મળે છે.
આ ફિલ્મ એલેક્ઝાંડરના વ્યક્તિત્વની મુશ્કેલીઓ, તેના માતાપિતા અને સેનાપતિઓ સાથેના તેના સંબંધો અને પૂર્વ અને પશ્ચિમ વચ્ચેની સાંસ્કૃતિક અથડામણ સહિતના અનેક ઘટનાઓ રજૂ કરે છે. કોલિન ફેરલ એલેક્ઝાંડરના કરિશ્મા, બુદ્ધિ અને નબળાઈને કબજે કરીને, શીર્ષકની ભૂમિકામાં તીવ્રતા લાવે છે. સહાયક કાસ્ટ મજબૂત પ્રદર્શન કરે છે, ખાસ કરીને એલેક્ઝાંડરની માતા ઓલિમ્પિયા તરીકે એન્જેલીના જોલી. આપણે ત્યાં માતાનો રોલ એટલે ચરિત્ર અભિનેત્રી વિભાગના ખાડામાં મૂકવામાં આવે છે પરંતુ અહીં એવો ચોક્કસ અહેસાસ થાય છે કે માતા માટે પણ હિરોઈન શબ્દ જ પરફેક્ટ છે. કારણ કે તે એન્જલિના જોલી છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અદભૂત છે, પ્રાચીન લેન્ડસ્કેપ્સની ભવ્યતા અને યુદ્ધની દુનિયા અદભૂત રીતે વર્ણવાઈ છે.
“એલેક્ઝાંડર” ને વિવેચકોની મિશ્ર સમીક્ષાઓ મળી, જેમાં કેટલાક તેની પ્રશંસા કરે છે અને અન્ય લોકો તેની ઐતિહાસિક અચોક્કસતાની ટીકા કરે છે. આ હોવા છતાં, ઘણા લોકો ઇતિહાસ, નાટક અને ક્રિયાના તેના અનન્ય મિશ્રણની પ્રશંસા સાથે, તેને સ્વીકારે છે.
સમગ્ર ફિલ્મમાં ડાયલોગ્સ પણ હીરોની ભૂમિકામાં છે કારણ કે તે સિકંદરના વ્યક્તિત્વ અને તેની આસપાસની દુનિયાને સમજવામાં મદદરૂપ થાય છે. હિન્દુકુશ પર્વતથી આગળ વધતા સિકંદરની સેના તેની સામે બળવો કરે છે. સૈનિકો એલેક્ઝાન્ડર સામે દલીલ કરે છે કે ઘરેથી નીકળ્યાને વર્ષો થઈ ગયા છે અને તેમને પણ પત્ની, બાળકો છે. આ ગજબનાક સ્ક્રીનમાં સિકંદર પોતાની સેનાને કન્વીન્સ કરે છે. કહે છેઃ પાછું વળવું હોય તો તમે જઈ શકો છો પરંતુ યાદ રાખજો કે આજથી સદીઓ પછી તમારી ગણતરી કાયરમાં થશે અને સમય કહેશે કે તમે તમારા રાજાને એકલો છોડી દીધો હતો અને મારી સાથે તમે નહીં આવો તો હું એશિયનો સાથે મારી લડાઈમાં આગળ જઈશ… વિવેચકો જે કંઈ કહેતા હોય તે. ફિલ્મ સિકંદરના વ્યક્તિત્વને અને તેની આસપાસના ત¥વોને અને તથ્યોને સમજવા માટે એક ગ્રેટ માસ્ટર પીસ છે.
naranbaraiya277@gmail.com