લીલીયા તાલુકાના સલડી ગામની એમ.એમ. યાજ્ઞિક હાઈસ્કૂલનાં ધોરણ-૧૦ વિદ્યાર્થીઓ કે જે વોકેશનલ ટ્રેડ IT\ITESમાં અભ્યાસ કરે છે, તેમણે તાજેતરમાં અમરેલી ખાતે આવેલી અમર ડેરીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ચૈતન્યભાઈ ભટ્ટ દ્વારા ડેરી પ્રોડક્ટ્‌સ દહીં, છાશ, ઘી વગેરે બનાવતા અલગ અલગ ડિપાર્ટમેન્ટ તથા તેમાં ઉપયોગમાં આવતી આધુનિક અને ઓટોમેટિક મશીનરી તેમજ હની પ્લાન્ટ વિષે પણ માહિતી આપવામાં આવી હતી. આ માહિતી દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં મળતી રોજગારીની તકો વિષે પણ સમજ આપી હતી તથા વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલ તમામ પ્રશ્નોના સંતોષપૂર્ણ જવાબ આપ્યા હતા.