એબી ડી વિલિયર્સ ૪૧ વર્ષની ઉંમરે પણ જે રીતે બેટિંગ કરી રહ્યા છે તે જાઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ૨૦૨૫ ની ફાઇનલ મેચમાં, પાકિસ્તાન ચેમ્પ્પિયંસ સામે ડી વિલિયર્સના બેટમાંથી ૧૨૦ રનની એક ઉત્તમ અણનમ મેચવિનિંગ ઇનિંગ્સ જાવા મળી. આ મેચમાં દક્ષિણ આફ્રિકા ચેમ્પ્પિયંસ ટીમને ટાઇટલ જીતવા માટે ૨૦ ઓવરમાં ૧૯૬ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેમણે ડી વિલિયર્સની શાનદાર ઇનિંગ્સના આધારે માત્ર એક વિકેટ ગુમાવીને ૧૬.૫ ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
ફાઇનલ મેચની શરૂઆતની મેચમાં, દક્ષિણ આફ્રિકા ચેમ્પ્પિયંસ ટીમના ૧૯૬ રનના લક્ષ્યાંકનો પીછો કરતા, એબી ડી વિલિયર્સ અને હાશિમ અમલાની જાડી મેદાનમાં આવી હતી જેમાં બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે ૭૨ રનની ઝડપી ભાગીદારી જાવા મળી હતી. આ મેચમાં ૧૪ બોલમાં ૧૮ રનની ઇનિંગ્સ રમ્યા બાદ હાશિમ અમલા સઈદ અજમલનો શિકાર બન્યો હતો. આ પછી, બેટિંગ કરવા આવેલા જેપી ડુમિનીએ એબી ડી વિલિયર્સ સાથે મળીને પાકિસ્તાની ચેમ્પ્પિયંસ ટીમને વધુ વિકેટ મેળવવાની કોઈ તક આપી ન હતી. જ્યારે ડી વિલિયર્સ એક છેડેથી સતત ઝડપી ગતિએ રન બનાવી રહ્યો હતો, ત્યારે બીજી બાજુ ડુમિનીને પણ બાઉન્ડ્રી પાર ખરાબ બોલ ફટકારતા જાવા મળ્યો હતો. સાથે મળીને, તેઓએ દક્ષિણ આફ્રિકા ચેમ્પ્પિયંસને ૧૬.૫ ઓવરમાં જીત અપાવી. એબી ડી વિલિયર્સે ૬૦ બોલનો સામનો કર્યો અને અણનમ ૧૨૦ રન બનાવ્યા જેમાં ૧૨ ચોગ્ગા અને ૭ છગ્ગાનો સમાવેશ થાય છે. જેપી ડુમિનીની વાત કરીએ તો, તેણે ૨૮ બોલમાં અણનમ ૫૦ રન બનાવ્યા અને તે ચાર ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકારવામાં સફળ રહ્યો.
આ મેચમાં ટોસ જીત્યા પછી, પાકિસ્તાન ચેમ્પ્પિયંસ ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જેમાં ઓપનિંગ બેટ્સમેન શાર્જિલ ખાનના બેટમાંથી ૭૬ રનની શાનદાર ઇનિંગ જાવા મળી, આ સિવાય અન્ય કોઈ ખેલાડી ૫૦ રનનો આંકડો પણ પાર કરી શક્યો નહીં. દક્ષિણ આફ્રિકા ચેમ્પ્પિયંસ તરફથી બોલિંગમાં હાર્ડસ વિજલોન અને વેઇન પાર્નેલે ૨-૨ વિકેટ લીધી, જ્યારે ઇમરાન તાહિર પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો.