શંકાસ્પદ પ્રવૃત્તિના અહેવાલોને પગલે મહારાષ્ટÙમાં આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) એ અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. એટીઓસએ રાજ્યના બે જિલ્લાઓમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ કાર્યવાહી યવતમાળ અને અહિલ્યાનગર જિલ્લામાં ૨૧ સ્થળોએ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, ૧૪ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર,એટીએસને ગુપ્ત માહિતી મળી હતી કે કેટલાક યુવાનો આતંકવાદી સંગઠનો સાથે જાડાયેલા છે. વધુમાં, આતંકવાદી પ્રવૃત્તિઓ માટે તેમનો સંપર્ક કરવા અને તેમને સક્રિય કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે એટીએસએ મધ્યરાત્રિની આસપાસ દરોડા પાડવાનું શરૂ કર્યું. તેઓએ બંને જિલ્લાઓમાં ૨૦ થી વધુ સ્થળોએ શોધખોળ કરી અને એક ડઝનથી વધુ શંકાસ્પદોની અટકાયત કરી.
એટીએસએ યવતમાલ જિલ્લાના પુસાદ અને ઉમરખેડમાં ૧૪ સ્થળોએ અને અહિલ્યાનગર (અહમદનગર) માં સાત સ્થળોએ દરોડા પાડ્યા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં યુવાનોના કટ્ટરપંથીકરણ અંગે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, એટીએસએ જિલ્લા પોલીસ ટીમ સાથે મળીને યવતમાલના પુસાદ અને ઉમરખેડ શહેરોમાં કાર્યવાહી હાથ ધરી.
તેમણે જણાવ્યું હતું કે ૧૪ સ્થળોએ શોધખોળ ચાલુ છે, જેમાં ઘરો, ઓફિસો અને શંકાસ્પદો સાથે જાડાયેલા અન્ય સ્થળોનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન, ટીમોએ અસંખ્ય દસ્તાવેજા, મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે, અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે એટીએસએ શોધખોળ દરમિયાન ગુનાહિત દસ્તાવેજા જપ્ત કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અટકાયત કરાયેલા શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે, અને હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કામગીરી માટે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.








































