(એચ.એસ.એલ),નવીદિલ્હી,તા.૧૦
ટીમ ઈન્ડિયા હાલમાં જે રીતે ક્રિકેટ રમતા જાવા મળી, ત્યારથી જ નક્કી હતું કે, ચેમ્પિયન ટ્રોફીની વિજેતા ભારતીય ટીમ જ હશે. ભારતીય ટીમે એક બાદ એક મેચ જીતી ફાઈનલમાં એન્ટ્રી કરી હતી. ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન બની છે.
આ વચ્ચે ટીમ ઈન્ડિયાના ૩ ખેલાડીઓ એવા છે, જેમણે એક પણ મેચ રમી નથી. પરંતુ તેમ છતાં ચેમ્પિયન ટ્રોફીના વિજેતા બન્યા છે. આને કિસ્મત કહેવાય. ભલે આ ૩ ખેલાડી કોઈ મેચ રમ્યા નથી પરંતુ તેની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ રહી હતી.
ચેમ્પિયન ટ્રોફી ૨૦૨૫ના ખિતાબ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના સ્કવોડની જાહેરાત કરી હતી. ત્યારે ટીમમાં ૧૫ ખેલાડીઓ હતા. ત્યારબાદ ફેરફાર કરવામાં આવ્યો હતો. પહેલા જસપ્રીત બુમરાહ ટીમમાં હતો પરંતુ તે સ્વસ્થ ન થતાં, તેના સ્થાને હર્ષિત રાણાની ટીમ ઈન્ડિયામાં અચાનક એન્ટ્રી થઈ હતી. તેમજ યશસ્વી જ્યસ્વાલને બહાર કરી વરુણ ચક્રવર્તીને ટીમમાં સ્થાન મળ્યું હતુ. ત્યારબાદ ખેલાડીઓની સંખ્યા ૧૫ જ રહી હતી. ટીમ ઈન્ડિયાએ આખી ચેમ્પિયન ટ્રોફી દરમિયાન ૫ મેચ રમી અને આ દરમિયાન ૧૨ ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી હતી. એટલે કે,૩ ખેલાડીઓએ એક પણ મેચ રમી શક્યા નથી.
રિષભ પંત, યશસ્વી જયસ્વાલ અને અર્શદીપ એક પણ મેચ રમી શક્્યા ન હતા.આ ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી. ભારતે પોતાના સ્કવોડમાં પાંચ સ્પિનરને તક આપી હતી. જેમાં વરુણ ચક્રવર્તી,કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ રમ્યા હતા.
આ ખેલાડીઓએ એટલું શાનદાર પ્રદર્શન કર્યું કે, અન્ય કોઈને રમાડવાની જરુર પણ પડી ન હતી.વિકેટકીપર તરીકે પહેલી જ મેચમાં કે.એલ રાહુલને તક આપવામાં આવી હતી. તેમણે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. ત્યારબાદ ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.