વિશ્વ સ્વીકાર્ય અને વિશ્વનો વૈભવ જેમના પ્રકાશ સામે ફિક્કો થઈ પડે એવા સત્યના પ્રકાશ થી સમગ્ર વિશ્વભર માં પથરાયેલ અને તત્વચિંતક ને પણ પ્રેરણા આપનાર અને સિદ્ધાંત ને અનુસરતા એ પુજનીય મહાપુરૂષ હોઈ કે.., દુનિયાનો દરેક માનવીને તેના સિદ્ધાંતો ને અનુસરે જ. એવા આપણા ધર્મ ગ્રંથ ભગવદ્દ ગીતાજી માં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે.. ” પરીવર્તન એ સંસારનો નિયમ છે “. યુગે-યુગે, સદીએ-સદીએ, વર્ષે-વર્ષે, દરેક દિવસે અને ક્ષણે-ક્ષણે પરીવર્તન તો થવાનું જ છે. અને એ અનિવાર્ય છે આ સૃષ્ટિને ચલાવવા માટે.., આ વિશ્વની ગતિ અવિરત ચલાવવા માટે. આ પરિવર્તન ને કોઈ રોકી શકવાનું નથી. પરંતુ માનવે આ પરિવર્તન સાથે જીતવા કરતા જીવવાનો માર્ગ અપનાવવો જોઈએ.
એક માનવને જન્મ થી લઈને મૃત્યુ સુધીના જીવન કાળ દરમિયાન અનેક વૃક્ષ, વનસ્પતિ, જડીબુટ્ટી ની જરૂર પડે છે. એક વૃક્ષ અનેક જીવોને આશરો આપે છે, અનેક જીવોનું ગુજરાન ચલાવે છે, અનેક જીવો માટે સુરક્ષા કવચ બને છે. પરંતુ આજનો માનવ એ વૃક્ષની કિંમત સમજ્યા વગર દિવસે ને દિવસે વૃક્ષને નુકશાન પહોંચે તેવા કૃત્ય કરી રહ્યો છે… પરંતુ એ વાત વિસરી રહ્યો છે કે એક માનવને જીવન જીવવા માટે અનેક વૃક્ષ ની જરૂર પડે છે. એક માનવ જન્મેં ત્યારે તે એકલો જ જન્મ લે છે જ્યારે તે જ માનવ મૃત્યુ પામે ત્યારે પોતાની સાથે અનેક વૃક્ષના જીવન ને પુર્ણ કરતા ની સાથે પોતે મૃત્યુ પામે છે. છતાંય આ વૃક્ષ એ સજીવ હોવા છતાં વિરોધ કર્યા વગર જ માનવને.., સમગ્ર જીવ સૃષ્ટિને હંમેશા માટે કંઈક ને કંઈક આપવા માટે જ કાર્ય કરે છે. કારણ કે પરોપકારની ભાવના સાથે જ એક વૃક્ષનો જન્મ થાય છે. અને વૃક્ષ એતો પ્રકૃતીને પ્રાણ વાયુ આપે છે. જયારે પ્રકૃતી જ નાશ પામે ત્યારે સમગ્ર સંસારનો નાશ થાય છે. કારણ કે પ્રકૃતી જ સર્વ જીવ માટે જીવાદોરી છે. કુદરતી સર્જાતી.., કુદરતી ઉત્ત્પન થતી તમામ ઈશ્વરીય ભેટ એ પ્રકૃતીના માધ્યમ થી માનવ સુધી પહોંચે છે. અને એ જ પ્રકૃતીની જીવાદોરી એ વૃક્ષ છે.
તમે એક આ પ્રશ્ન શાંત મને વિચારો કે ; આપણને કોઈ પથ્થર મારે તો આપણે શું કરીએ…? જવાબ સુધો જ આવશે કે જે-તે વ્યક્તિ એ આપણને પથ્થર માર્યો જ શા માટે..? તમારો કોઈ જ ગુનો ન હતો, તમે કયારેય તેમનું ખરાબ કર્યું જ નથી, તમે તેને ઓળખતા પણ નથી. છતાંય તમને પથ્થર માર્યો…આવું બન્યા પછી તમારા મનમાં તે વ્યક્તિ પ્રત્યે  વેર આવશે જ. એ સ્વાભાવિક છે.  પરંતુ વૃક્ષને તમે પથ્થર મારો છો ત્યારે તે તમને બદલામાં મીઠાં ફળ આપે છે. આ એક વૃક્ષની પરોપકાર ની ભાવના છે. આ એ સાબીત કરે છે કે તમે વૃક્ષને વધુ જીવનદાન આપવા અને પ્રકૃતીનું જતન કરવા માટે વધુ વૃક્ષારોપણ ના કરો તો પણ વૃક્ષ તો તમને આપશે જ… પરંતુ…, જ્યાં સુધી વૃક્ષ બચશે ત્યાં સુધી જ તમને આપશે એ સામાન્ય વાતની જાણ આપણને પણ હોવી જ જોઈએ.
આવો સૌ સાથે મળીને સૃષ્ટિની જીવાદોરી પ્રકૃતીના પ્રાણ વાયુ વૃક્ષ નું જતન કરીએ. અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરી પ્રકૃતીને પુર્ણ રીતે ખીલવામાં મદદરૂપ બનીએ અને આપણું કર્તવ્ય નિષ્ઠાથી નિભાવીએ. વંદેમાતરમ