લાલ કિલ્લા અને દિલ્હી સચિવાલય સામે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી છે. લાલ કિલ્લા અને દિલ્હી સચિવાલય પરિસરની અંદર અને બહાર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ધમકીભર્યો ઇમેઇલ ખાલિસ્તાની જૂથના નામે મોકલવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બોમ્બ નિકાલ ટુકડીઓ, ડોગ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે હાજર છે.
લાલ કિલ્લા અને દિલ્હી સચિવાલય પર બોમ્બની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ ટીમો તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગઈ હતી. લાલ કિલ્લા સંકુલ ખાલી કરાવવામાં આવ્યું હતું અને તપાસ કામગીરી તીવ્ર બનાવવામાં આવી હતી.આઇટીઓ નજીક દિલ્હી સચિવાલયમાં કામ કરતા તમામ કર્મચારીઓને પણ ત્યાંથી જવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસે ત્યાં પણ તપાસ શરૂ કરી છે.
દિલ્હી પોલીસની ટીમે ઇમેઇલના સ્ત્રો તને શોધવા માટે સાયબર સેલ તૈનાત કર્યો છે. સાયબર સેલ આ જૂથ તરફથી અગાઉની ધમકીઓની તપાસ કરી રહ્યું છે. આ ખાલિસ્તાની જૂથ ક્્યાં જાડાયેલું છે?
આજે સવારે દિલ્હીની બે શાળાઓને બોમ્બની ધમકીઓ મળી હતી. ધૌલા કુઆનમાં આર્મી પÂબ્લક સ્કૂલ અને લોધી રોડ પર એરફોર્સ બાલ ભારતી સ્કૂલ, શાળાઓને બોમ્બની ધમકીઓવાળા ઇમેઇલ મળ્યા હતા. પોલીસ અધિકારીઓ અને દિલ્હી ફાયર સર્વિસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બંને શાળાઓના કેમ્પસ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા.