જ્યારે સમગ્ર વિશ્વનો કોઈ પણ માનવ કોઈ ભવ્યતાઅને શ્રેઠતા ને નિહાળવા માટે વિચાર કરે ત્યારે ભવ્ય ભારતની એક સ્મુર્તિ ઊડીને આંખમાં રજૂ થાય છે અને ભવ્યતા અને શ્રેષ્ઠતા થી શોભતું ભારત તરફ એક ડગ અચુક મુકવી જ પડે છે.  સંસ્કૃતિ થી લઈને સંસ્કાર અને વીરતાથી લઈને નમ્રતા સુધી સર્વ ગુણોનો મહાસાગર અહીં કણે કણમાં ઘૂઘવતો હોય અને સ્ત્રીના આત્મસન્માન થી લઇને સ્ત્રીના ત્યાગનું પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડતું એ આપણું ભવ્ય ભારત છે…, માટે આપણે આજે ગર્વથી કહી શકીએ છીએ કે આપણે હિન્દુસ્તાની છીએ. આપણે ભારતીય છીએ અને ભારત જ આપણી આગવી ઓળખ છે.
હજારો વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતો આપણો ભારત દેશ જ્યારે દરેક કળા-કુશળતામાં અગ્રેસર ભારત જ્યારે વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યો હોય તે ખરેખર એક ગર્વની વાત છે. પરંતુ આજે દુઃખ સાથે કહેવું પડે છે કે ; ભારતના જ અમુક વામન પંથી વિચારધારા ધરાવતા લોકોને કારણે આપણે આપણી સંસ્કૃતિ વિસરતા જઈ રહ્યા છીએ અને આપણી જ સંસ્કૃતિનું ખનન કરતા કરતા આજે માનવ પાયા વિહોણો બનવા જઈ રહ્યો છે. નદી-નાળા અને ઝરણાના મીઠા અવાજોથી અને પર્વતોની એ ઊંચાઈઓ…,હિમાલયની એ શીતળતા અને સમુદ્રની ગહેરાઈઓ…, વનની અંદર ડણકતો એ ડાલામથ્થો સાવજ અને વન્ય જીવસૃષ્ટિ થી વનની શોભા વધારતું એ વન ક્ષેત્ર.  દરેક રાજ્યના ઇતિહાસના સાક્ષી એ રાજમહેલો અને દરેક રાજ્યોની કળા કુશળતાથી ભરપૂર અનોખી સંસ્કૃતિઓએ જ્યારે એક રાષ્ટ્રમાં સમાય છે ત્યારે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે; “વિવિધતામાં એકતા એ જ ભારત ની નિશાની છે.”
હવે નવયુવાનો ને અગ્રેસર થવું પડશે. મુઘલો અને અંગ્રેજોએ ભારતની સંસ્કૃતિને પાયા વિહોણી બનાવવા માટે દરેક પ્રયત્ન કર્યા છતાં પણ આજે ભારત ગર્વથી ઉભુ છે. કારણ કે..,  તેના પાયામાં સંસ્કૃતિ છે. આજે ભારતે દરેક ક્ષેત્રમા વાયુ વેગે પ્રગતિ કરી છે. દરેક કળા માં કુશળતા આજે ભારતના નવ યુવાનોમાં જોવા મળે છે. અનેક કળામાં ભારતે વિશ્વમાં પ્રથમ સ્થન પણ મેળવેલ છે. એ ખરેખર એક ગર્વ ની વાત છે. પરંતુ જ્યારે ભારતના યુવાનો વ્યસનની લતમાં લાગે અને સિગારેટ, દારૂ, ડ્રગ્સ જેવા વ્યસનો કરી પોતાના શરીરને પૂર્ણતા સુધી લઈ જવાના માર્ગ પર  જાય છે તે ખરેખર એક શરમજનક વાત છે. જ્યારે ભારતના નવયુવાનો વધુ પડતાં સોશિયલ મીડિયામાં પોતાનો સમય વ્યર્થ કરી. પશ્ચિમી સંસ્કૃતી નું આંધળું અનુકરણ કરે છે અને અંતે ભારતના ઊર્જાવાન યુવાનો માયકાંગલા બને છે તે ભારત માટે એક ચિંતાનો વિષય છે.
                હે ભારતના ઉર્જાવાન નવયુવાનો એક ડગલું રાષ્ટ્ર તરફ ઉઠાવો. ભારતની સંસ્કૃતીને વિશ્વમા વિકસાવી અને આ શ્રેષ્ઠ ભારત નો શ્રેષ્ઠતાનો નાદ પૂરા વિશ્વમાં ગુંજાવો. સંસ્કૃતિ અને સંસ્કાર ને જીવનમાં અપનાવી કળા- કુશળતાથી શ્રેષ્ઠ ભારતને વિશ્વ ગુરૂ ભારત બનાવવા માટે એક ડગલું ઉઠાવીએ. હે નવયુવાનો એક કદમ રાષ્ટ્ર તરફ ઉઠાવી ભારતની યુવા પેઢીને વ્યસન અને પશ્ચિમી સંસ્કૃતીના આંધળા અનુકરણની જાળ માંથી બચાવો. સત્ય માટે સંઘર્ષ કરો અને ન્યાય માટે લડો. હે નવયુવાનો એકતા ના પગલે  સમગ્ર ભારત રાષ્ટ્ર ને એક કરી શ્રેષ્ઠતાના શીખરે  પહોંચાડીએ. આવો સૌ સાથે મળીને એક કદમ રાષ્ટ્ર તરફ ઉઠાવીએ અને ભારતને વિશ્વગુરુ બનાવીએ. વંદેમાતરમ.