અમદાવાદના જમાલપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ગેરકાયદેસર વિવાદિત અને ગેરકાયદેસર રીતે ઉભી કરવામાં આવેલી કેટલીક ઇમારતો પર ડિમોલિશન ચલાવવામાં આવ્યું છે. આ કાર્યવાહી કુખ્યાત સલીમ ખાન જુમ્મા ખાનના ગેરકાયદે બિલ્ડીંગ વિરુદ્ધ હાથ ધરવામાં આવી છે. એેએમસી દ્વારા અગાઉ ઘણીવાર નોટિસ આપવામાં છત્તા પણ સલીમ ખાન દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદે બિલ્ડીંગ ઊભી કરવામાં આવી હતી.
આ બિલ્ડીંગમાં કોઇ મંજૂરી વગર દસ્તાવેજા કરાઈ ગયા હતા અને કેટલાક કેસમાં વકફ બોર્ડની જમીન પર પણ ગેરકાયદેસર રીતે કબજા કરી લેવાયો હતો. આ મામલો ગંભીર બનતા હવે પોલીસે દસ્તાવે અંગે પણ તપાસ શરૂ કરી છે.એએમસી દ્વારા શરૂ કરાયેલી આ કાર્યવાહી જમાલપુરમાં ગેરકાયદે બાંધકામ વિરુદ્ધનો મહત્વપૂર્ણ પગલુ માનવામાં આવી રહી છે.
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આજે સ્થાનિક તંત્ર અને પોલીસ બંદોબસ્તની હાજરીમાં એક મહત્વપૂર્ણ ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી. ગેરકાયદે બાંધકામના કેસમાં કુખ્યાત ગણાતા સલીમ ખાન પઠાણના બિલ્ડીંગ ‘સના ૭’ને તોડી પાડવામાં આવ્યું. જાણવા મળતી વિગતો મુજબ આ બિલ્ડીંગ વિના મંજૂરી અને નિયમોની અવગણના કરીને વકફ બોર્ડની જમીન પર બાંધવામાં આવ્યું હતું.
તંત્રએ અગાઉ પણ આ ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ અનેક વખત નોટિસો પાઠવી હતી. પરંતુ સલીમખાન પઠાણ દ્વારા નોટિસોનું ઉલ્લંઘન કરીને બિલ્ડીંગનું નિર્માણ ચાલુ જ રાખ્યું. આ બાબતને લઇને સ્થાનિક રહીશો અને વકફ બોર્ડ દ્વારા તંત્રમાં અનેક વખત ફરિયાદ કરવામાં આવી હતી. આખરે તંત્રએ કડક પગલું ભરતા વિશાળ પોલીસ બંદોબસ્ત સાથે આજે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી.
‘સના ૭’ નામનું આ બિલ્ડીંગ રહેણાંક અને વ્યાવસાયિક ઉપયોગ માટે નિર્માણાધીન હતું, જેમાં ઘણા ઘરો અને દુકાનો ભાડે આપવા માટે તૈયાર કરવામાં આવી રહી હતી. પરંતુ કોઇ પણ પ્રકારની સરકારી મંજૂરી વગર અને વકફ બોર્ડની જમીન પર અયોગ્ય રીતે બાંધકામ કરવામાં આવતાં તંત્રએ એક્શન લીધું. આ કામગીરી દરમિયાન સ્થાનિક વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત રાખવામાં આવી હતી. જેથી કોઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે.
ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ ચિરાગ ગોસાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદ એએમસી દ્વારા ઓન પેમેન્ટ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. એ બંદોબસ્તના અનુસંધાના સના-૭ આપ જોઈશકો છો. ત્યાં એએમસી દ્વારા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. એક બિલ્ડર છે. સલીમ જુમ્માખાન પઠાણ દ્વારા બનાવવામા આવ્યું હતું. વાસ્તવિક હકીકત શું છે. તે તપાસ દરમ્યાન ખ્યાલ આવશે. પરંતું ગેરકાયદેસર મકાન વેચવામાં આવ્યું તે ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.