ઊના તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા નવેમ્બર માસથી શરૂ થયેલ ટેકાના ભાવે મગફળી ખરીદીમાં અઢી માસના ટૂંકા ગાળામાં ઈતિહાસ રચાયો છે. સંઘ દ્વારા અત્યાર સુધીમાં ૩.૯૫ લાખ ગુણી મગફળીની ખરીદી કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત રૂ. ૧૦૦ કરોડ ૩૩ લાખ જેટલી થાય છે. સંઘના મેનેજર ગિરીશભાઈ રૈયાણીના જણાવ્યા મુજબ, આ ખરીદી સામે સરકારે અત્યાર સુધીમાં અંદાજે ૪૦૦૦ ખેડૂતોના ખાતામાં ૪૫ થી ૫૦ કરોડથી વધુ રકમ જમા કરાવી દીધી છે. જોકે, હાલ ગોડાઉનમાં જગ્યાના અભાવે ૧.૨૫ લાખ ગુણી મગફળી ગીરગઢડા રોડ પર ખુલ્લા મેદાનમાં રાખવામાં આવી છે. સ્ટોક વધી જતા હાલ પૂરતી ખરીદી બંધ રાખવામાં આવી છે. હાલ ૧૧૦૦ જેટલા ખેડૂતોની મગફળી ખરીદવાની બાકી છે.







































