ઊનાના દેલવાડામાં રેલવે ક્રોસીંગના અભાવે જ્યોતિ યોજના હેઠળ વીજ પુરવઠો મળી રહ્યો નથી. જેથી સાંજે ૬ વાગ્યા બાદ લોકો ઘરમાં જ રહેવા મજબૂર છે. આ વિસ્તારમાં એક ખાનગી શાળા પણ આવેલ છે. રોડ રસ્તા બન્યા કેટલાક પ્લોટ ધારકો જ્યોતિગ્રામ ફીડર માંથી વિજ જોડાણ આપે ત્યારે મકાન બનાવવાની રાહ જોઈ બેઠાં છે ઘણા વર્ષોથી અનેક વખતે નિયમોનુસાર વિજ પુરવઠો સીટી વિસ્તાર અથવા જ્યોતિગ્રામ યોજના હેઠળ મળે તેવી રજુઆતો-આજીજી કરેલ હોવા છતાં તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. આ વિસ્તારને જ્યોતિગ્રામ ફીડર અથવા સીટી ફીડરની લાઈનનું જોડાણ નહીં અપાતું હોવાનાં કારણે ૩૦ પરિવારો ની જીંદગી બદહાલ બની રહીં છે.