જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાની ભલગામ મોટા મિડલ સ્કૂલના શિક્ષક જીજ્ઞેશભાઈ એમ. ચતુર્વેદીએ ઈનોવેશન ફેરમાં ભાગ લઈ સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ તેઓએ ઝોન લેવલે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી તાલુકા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.











































