પ્રેમમાં સાથે જીવવા મારવાની કાસમ પ્રેમીઓ એકબીજાને આપતા હોય છે અને પોતાનો પ્રેમ જા સમાજ અને પરિવારના સ્વીકારે તો હસતાં મોઢે મોતને પણ પ્રેમીઓ સ્વીકારી લેતા હોય છે. આ વાંચીને જાણે કોઈ ફિલ્મનો પ્લોટ હોય એવું લાગે પણ આ હકીકત છે. સુરતથી એક સમાચાર સામે આવ્યા છે જેમાં પ્રેમી યુગલે મોતને વ્હાલું કર્યું છે અને જેની પાછળ કારણ કઈંક આવું છે.
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની જે ઘટના સામે આવી છે તેમાં નીરજ અને તેની પ્રેમિકાએ આપઘાત કર્યો છે. આ પ્રેમી યુગલે જંગલમાં જઈને આપઘાત કર્યો હતો. મળતી પ્રાથમિક માહિતી અનુસાર નીરજ નવસારી જિલ્લાના ખેરગામનો રહેવાસી હતો. નીરજની પ્રેમીકાના પરિવારજનોએ આ બંનેનો સંબંધ નહીં સ્વીકારતા આખરે બંનેએ મોતને ભેટવાનુ પસંદ કર્યું છે.
વધુમાં જે માહિતી મળી છે તે મુજબ ખેરગામનો વતની નીરજ ૧૨ ફાઇલ હતો અને તેની પ્રેમિકા કોલેજમાં અભ્યાસ કરતી હતી. છોકરીના પરિવારજનોને બંનેના સંબધો વિશે જાણ થતાં નીરજના ઓછા ભણતરના લીધે તેના પરિવારજનોએ આ સંબંધને નાકરી દીધો હતો અને નીરજ તેની પ્રેમિકાને મળી ના શકે તે માટે તે યુવતીને તેના પરિવારજનો દ્વારા બીજા ગામમાં પણ મોકલી દેવાઈ હતી અને બંનેના મળવા અને વાતચીત કરવા પર સંપૂર્ણ પાબંદી લગાવી દેવામાં આવી હતી.
આમ બંને પ્રેમીઓની વચ્ચે ભણતર એક દીવાલ સમાન બનતા અને પરિવારજનોના વિરોધ બંનેથી સહન ના થતાં આખરે બંને જણાએ સાથે મારવાનો વિચાર કરીને જંગલમાં જઈને મોતને વ્હાલું કર્યું છે. આ ખરેખર સમાજ માટે એક આંખ ઊઘડે તેવો કિસ્સો છે. હાલ પોલીસે પ્રાથમિક ફરિયાદ નોંધીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જા કે હાલ આ પ્રેમી યુગલના આપઘાતથી આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે અને પરિવારજનો પણ શોકાતુર છે. સામાન્ય કારણ માટે કરવામાં આવેલા આપઘાતમાં ભણતર જ મોતનું કારણ હતું કે બીજું કઈ તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.