ઉના તાલુકાના પસવાળા, નવાબંદર અને કાળાપાણ ગામમાં ખાણ-ખનીજ વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન બિનઅધિકૃત રીતે ખનીજનું વહન કરતા ૬ ટ્રેક્ટરચાલકોને પકડી પાડવામાં આવ્યા હતા. આ વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને રૂ. ૨.૭૮ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની સૂચનાઓ અનુસાર ભૂસ્તરશાસ્ત્રી વિભાગના અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવી ઉના તાલુકાના ત્રણેય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન બિનઅધિકૃત રીતે ખનીજનું વહન કરતા ટ્રેક્ટરચાલકોને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા.