ઉના નજીકથી દારૂની હેરાફેરીના વધુ એક પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રિક્ષાના ગુપ્ત (ચોર) ખાનામાંથી વિદેશી દારૂની ૧૨૦ બોટલો મળી આવતાં એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી.પોલીસે સવારના સમયે વોચ દરમિયાનGJ. 11. TT. ૧૦૭૪ નંબરની રિક્ષાની ઝીણવટભરી તલાશી લેતા તેના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની કુલ ૧૨૦ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો અને હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી છ