પ્રવર્તમાન સંજાગોમાં જો કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ઉભી થાય તો ઉત્તમ આરોગ્યલક્ષી સેવાઓ સારી રીતે પૂરી પાડી શકાય તે માટે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર તથા દિવ્ય જ્યોત બ્લડ બેંક દ્વારા યોગ કેન્દ્ર, વરસિંગપુર રોડ, ઉના ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના મહેસૂલ, પંચાયત સહિત અન્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ તેમજ ઉના અને ગીરગઢડા તાલુકાના નાગરિકો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ૨૮૪ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, ઉના નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણિયા, પ્રાંત અધિકારી કે.આર.પરમાર, ગીરગઢડા તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદી, ઉના મામલતદાર ડી.કે. ભીમાણી, તાલુકા વિકાસ અધિકારી કે.પી. ચાવડા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલ દુમાતર, પીઆઈ એમ.એન. રાણા, ચીફ ઓફિસર જે.જે. ચૌહાણ, ઉના તાલુકા પંચાયત પ્રમુખ એભાભાઈ મકવાણા, ગીરગઢડા તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ સાંખટ, તાલુકા હેલ્થ સ્ટાફ, અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.