ઉના અને ગીરગઢડા તાલુકાના ફોટોગ્રાફર્સ અને વીડિયોગ્રાફર્સ માટે નગરપાલિકાના ટાઉનહોલ ખાતે છૈં ટેકનોલોજી પર એક ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૧ વર્ષ જૂનાં ઉના-ગીરગઢડા તાલુકા ફોટોગ્રાફર એન્ડ વીડિયોગ્રાફર એસોસિએશન દ્વારા CGPTIAના સહયોગથી આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સભ્યોને આધુનિક ટેકનોલોજીથી માહિતગાર કરવાનો હતો. આ વર્કશોપમાં ખ્યાતનામ મેન્ટર માનવભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા AI, એડવાન્સ ફોટોગ્રાફી, સિનેમેટોગ્રાફી અને ગિમ્બલ બેલેન્સિંગ જેવી નવી ટેકનોલોજી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આયોજક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ ખોખર અને કમિટીના સભ્યો દિલીપભાઈ, વિજયભાઈ, પરેશભાઈ, સંજયભાઈ, વિશાલભાઈ, સમીરભાઈ, મિલનભાઈ સહિતના સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. વર્કશોપના અંતે, સહભાગીઓને AI ટેકનોલોજીની માહિતી આપવા સાથે પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.