ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે શહેરમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કામોનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન, ધારાસભ્યએ કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના સ્ટાફને સ્થળ પર જ સૂચનાઓ આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કામ સંપૂર્ણપણે ટેન્ડર પ્રક્રિયા મુજબ થવું જોઈએ અને તેમાં ઉચ્ચ ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ થવો જોઈએ. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણીયા અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મિતેશભાઈ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.








































