ઉનામાં આનંદ જોશી નામનો યુવાન પોતાની અલ્ટો કારમાં ફૂલ નશામાં ઓમકાર ચોક પહોંચ્યો હતો. ત્યાં એક પાર્લર પાસે જઈ મહિલા સંચાલક અને ત્યાં ઉભેલા લોકો પર બિભત્સ શબ્દોનો વરસાદ કરી હંગામો મચાવ્યો હતો. ડરી ગયેલા મહિલા સંચાલકે તાત્કાલિક ‘૧૧૨’ પર પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પોલીસ સ્થળ પર પહોંચતા જ આરોપી આનંદ જોશીએ ડરવાને બદલે અલ્ટો કારના દરવાજા અને કાચ અંદરથી લોક કરી દીધા હતા. પોલીસે વારંવાર વિનંતી કરી તેને બહાર આવવા કહ્યું, પરંતુ તેણે નશામાં પોલીસ સાથે પણ જીભાજોડી કરી હતી.