ઉના તાલુકાના નાળિયા માંડવી ગામ પાસે બે મોટરસાયકલ સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં ગરાળ ગામના મહેશ બાબુ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે ખડા ગામના પ્રવીણભાઈ અને મુકેશભાઈ બાંભણીયાને સામાન્ય ઈજા થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બંને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરને કારણે મહેશ સોલંકી રસ્તા પર ફેંકાઈ ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં મહેશની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, નાળિયા માંડવી વિસ્તાર ‘એક્સિડન્ટ ઝોન’ હોવાથી સ્થાનિકોએ અહીં તંત્ર દ્વારા યોગ્ય સુરક્ષા પગલાં લેવાની માંગ કરી છે.








































