ઉના શહેરના ગની માર્કેટમાં આવેલ આશીર્વાદ કામ્પ્લેક્સમાં વહેલી સવારે આગની ઘટના બની હતી. મહાદેવ બેગ નામની દુકાનમાં આગ લાગતા માલિકે તાત્કાલિક નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમને બોલાવી હતી. ફાયર ટીમે એક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં આસપાસના દુકાનદારો પણ સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. પીજીવીસીએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કોમ્પ્લેક્સમાં અન્ય દુકાનો પણ હોવાથી આગ કાબૂમાં આવ્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.