બાબરા તાલુકાના ઉંટવડ ગામે થી (૧) અમરેલી રાજકોટ વાયા ચિતલ (૨) લીલીયા અમરેલી રાજકોટ (૩) અમરેલી રાજકોટ વાયા લાઠી આ બસો એસ.ટી વિભાગ દ્વારા ચાલતી હતી પરંતુ ઊંટવડ ગામે સ્ટોપ ન હોવાથી આજુબાજુના ઊંટવડ, નવાણિયા, રાયપર, સુકવળા, સમઢીયાળા, આંબલીધાર, ઘુઘરાળા વગેરે ગામડાના વિદ્યાર્થીઓ, દર્દીઓ તેમજ ધંધાર્થીઓને અપડાઉનમાં સુવિધા મળતી ન હતી. તેમજ સાવરકુંડલા, રાજકોટ જે સવારે ૫ કલાકે સવારકુંડલાથી ઉપડે છે તે પણ એક્સપ્રેસ હતી. આ બધા રૂટનો લાભ મળતો ન હતો. જે અંગે ઊંટવડ ગામના મુસાફરો સૂર્યકાંતભાઈ, અભયભાઈ, પ્રશાંતભાઈ, સંદિપભાઈ વગેરે લોકોએ આ વિસ્તારના જાગૃત અને સક્રિય જિલ્લા પંચાયતના સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળને જાણ કરી હતી. તેમણે સાંસદ ભરતભાઈ સુતરીયાને લેખીત તેમજ મૌખિક રજૂઆત કરતા આ બધી જ બસના સ્ટોપ ઊંટવડ ગામને મળતા આ ગામોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.