ઈશ્વરીયા પ્રાથમિક શાળામાં ‘સપ્તરંગી વાર્ષિકોત્સવ’ ની ભવ્ય ઉજવણી પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને રાજકોટ લોકસભાના સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને કરાઈ હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ શાળાના આચાર્ય પરેશભાઈ ગાંગડીયાએ પધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, વનરાજભાઈ કોઠીવાળ, વજુભાઈ ગોલ, સરપંચ બાબુભાઈ વામજા, ધીરુભાઈ રૂપાલા સહિતના અગ્રણીઓ, એસ.એમ.સી.ના સભ્યો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હાર્દિકભાઈ વામજાએ કર્યું હતું અને અંતમાં એસ.એમ.સી. અધ્યક્ષ દિનેશભાઈ રૂપાલાએ આભાર વિધિ કરી હતી.










































