મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે ગંભીર ધમકી આપી છે.આઇઆરજીસીએ કહ્યું છે કે તે મુખ્ય અમેરિકન કંપનીઓને નિશાન બનાવીને કોઈપણ હત્યાનો જવાબ આપશે. આ નિવેદનથી વૈશ્વક સ્તરે સુરક્ષા એજન્સીઓ અને કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
આઇઆરજીસી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, આ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને તાત્કાલિક તેમના કાર્યસ્થળ છોડવાની સલાહ આપવામાં આવી છે.આઇઆરજીસીએ આ કંપનીઓની ઓફિસોની એક કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા સ્થાનિક રહેવાસીઓને પણ પોતાનો જીવ બચાવવા માટે સલામત સ્થળે જવાની અપીલ કરી છે.
આઇઆરજીસીએ તે કંપનીઓની યાદી પણ જાહેર કરી છે. આ યાદીમાં સિસ્કો, એચપી, ઇન્ટેલ, ઓરેકલ, માઇક્રોસોફટ, એપલ, ગુગલ, એમએ,આઇબીએમ,ડેલ એનવીડિયા,જેપી મોર્ગન ચેઝ,ટેસ્લા,જનરલ ઇલેકિટ્રક બોઇંગ અને અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે. નિવેદનમાં જણાવાયું છે કે આ નિયમ ૧ એપ્રિલથી તેહરાન સમય મુજબ રાત્રે ૮ઃ૦૦ વાગ્યે અમલમાં આવશે.
આઇઆરજીસીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુએસ અને ઈરાન વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ નિર્ણાયક અને ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ઈરાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે તેણે અમેરિકા સાથે સમાધાન કરવું પડશે અથવા “મોટા લશ્કરી કાર્યવાહી”નો સામનો કરવો પડશે. હેગસેથે સ્પષ્ટતા કરી છે કે આવનારા દિવસો આ યુદ્ધના ભવિષ્ય માટે નિર્ણાયક હશે અને આ સંઘર્ષ ફક્ત રાષ્ટ્રીયપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શરતો પર જ સમાપ્ત થશે.
સંરક્ષણ સચિવ હેગસેથે ઈરાનના નવા નેતૃત્વને અગાઉના શાસન કરતાં વધુ સમજદારી બતાવવા ચેતવણી આપી હતી. તેમણે કહ્યું, રાષ્ટ્રીયપતિ ટ્રમ્પ ન તો બકવાસ કરે છે કે ન તો પીછેહઠ કરે છે. ઈરાનના નવા શાસને એ સ્વીકારવું જાઈએ કે શાસન પરિવર્તન પહેલાથી જ થઈ ચુક્યું છે. ટ્રમ્પ સમાધાન કરવા તૈયાર છે, અને તે શરતો જાણે છે. જા ઈરાન તૈયાર નહીં હોય, તો યુએસ સંરક્ષણ વિભાગ તેના હુમલાઓ વધુ તીવ્રતા સાથે ચાલુ રાખશે.”










































