જાન્યુઆરીમાં, જ્યારે ભારત નિકાસ પર લાદવામાં આવેલા દંડાત્મક ટેરિફમાંથી રાહત માટે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વાટાઘાટો કરી રહ્યું હતું, ત્યારે નવી દિલ્હીએ રશિયા પાસેથી તેની ક્રૂડ તેલ ખરીદીમાં ઘટાડો કર્યો. આ પગલાને ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ હેઠળ કરવામાં આવેલ “મુશ્કેલ સમાધાન” માનવામાં આવતું હતું. પરંતુ માત્ર બે મહિના પછી, પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે, ભારત અને રશિયા ફરી એકવાર તેમના ઉર્જા સંબંધોને મજબૂત બનાવવા તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે.
ધ જેરુસલેમ પોસ્ટે અહેવાલ આપ્યો છે કે ભારત અને રશિયા લિક્વીફાઇડ નેચરલ ગેસનો સીધો પુરવઠો ફરી શરૂ કરવા માટે કરાર પર પહોંચી રહ્યા છે. યુક્રેન યુદ્ધ પછી આ પહેલી વાર બનશે જ્યારે રશિયા ભારતને સીધો ન્દ્ગય્ વેચશે. આ “મૌખિક કરાર” ૧૯ માર્ચે દિલ્હીમાં રશિયન નાયબ ઉર્જા પ્રધાન પાવેલ સોરોકિન અને કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી વચ્ચે થયો હતો. રશિયામાંથી ક્રૂડ તેલનો પુરવઠો વધારવા માટે પણ એક કરાર થયો હતો. એવો અંદાજ છે કે રશિયામાંથી તેલની આયાત લગભગ એક મહિનામાં બમણી થઈને ૪૦% થઈ શકે છે.
ઈરાન પર યુએસ-ઈઝરાયલના હુમલા અને ત્યારબાદ ઈરાની પ્રતિશોધે વૈશ્વિક ઉર્જા બજારને હચમચાવી નાખ્યું છે. ખાસ કરીને, હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવે ભારતના ઉર્જા પુરવઠા પર સીધી અસર કરી, કારણ કે દેશનું લગભગ અડધું તેલ અને ન્દ્ગય્ આ માર્ગ દ્વારા આવે છે. તેની અસર દેશભરમાં અનુભવાઈ, પેટ્રોલ પંપ પર લાંબી કતારો, રસોઈ ગેસ પુરવઠાની અછત અને ઉર્જાના ભાવમાં તીવ્ર વધારો.
ભારતે અગાઉ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં સસ્તા ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું, જેનાથી મોસ્કોના અર્થતંત્રને પણ ટેકો મળ્યો હતો. જાકે, અમેરિકાએ ભારતીય માલ પર ભારે ટેરિફ લાદ્યા બાદ, ભારતે રશિયન તેલની ખરીદી ઘટાડી દીધી છે. જાકે, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, ત્યારે ભારત ફરીથી રશિયા તરફ ઝુકાવ કરી રહ્યું હોય તેવું લાગે છે, જે તેના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપે છે.
સરકારી અંદાજ મુજબ, જા મધ્ય પૂર્વમાંથી તેલનો પુરવઠો લાંબા સમય સુધી વિક્ષેપિત રહે છે, તો ફુગાવો વધી શકે છે, રૂપિયો નબળો પડી શકે છે, વિદેશી દેવું વધી શકે છે અને નિકાસ ૨% થી ૪% ઘટી શકે છે. ભૂતપૂર્વ રાજદ્વારી અજય મલ્હોત્રા કહે છે કે ભારતે તે રસ્તો પસંદ કર્યો છે જે તેના હિતમાં છે અને રશિયા સાથે લાંબા સમયથી ચાલતા વિશ્વાસપાત્ર સંબંધો પર આધારિત છે.










































