પાણીની અછત અને સુરક્ષા ચિંતાઓને કારણે, ઈરાન તેની રાજધાની સ્થળાંતર કરવાની તૈયારી કરી રહ્યું છે. ડિસેમ્બરમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. રાષ્ટ્રપતિ મસૂદ પજેશકિયાને આ અંગે સંકેત આપ્યો છે. તેહરાન હાલમાં ઈરાનની રાજધાની છે. આગા મોહમ્મદ ખાન કાજરે ૧૭૯૬માં તેહરાનને રાજધાની બનાવી હતી.ઈરાન ઇન્ટરનેશનલ અનુસાર, તેહરાન પાસે હવે માત્ર સાત દિવસનું પાણી બાકી છે. જા આ સાત દિવસમાં વરસાદ ન પડે તો તેહરાનને પાણી આયાત કરવું પડી શકે છે. પાણીની કટોકટી વચ્ચે, ઈરાનના રાષ્ટ્રપતિએ લોકોને ત્યાંથી જવાની તૈયારી કરવા વિનંતી કરી છે. તેમને ગમે ત્યારે તેહરાન છોડવું પડી શકે છે.ઈરાનની રાજધાની તેહરાન, આશરે ૧૦ મિલિયન લોકોનું ઘર છે. તેહરાનને સૌથી જૂનું અને સૌથી વિકસિત શહેર માનવામાં આવે છે, અને તે ઈરાનના સુપ્રીમ લીડર, અલી ખામેનીનું ઘર છે. જા કે, પાણીના સંકટને કારણે ત્યાંના લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે.ઈરાનના મકરાન પ્રાંતમાં રાજધાની સ્થાપિત કરવા અંગે ચર્ચા વધી રહી છે. તે પાકિસ્તાનની બાજુમાં આવેલું છે. મકરાન પાકિસ્તાન સાથે સરહદ પણ ધરાવે છે. ઈરાનનું ચાબહાર બંદર અહીં આવેલું છે. આ ઈરાની પ્રાંતમાં પુષ્કળ પાણી છે.મકરાન પ્રાંત તેહરાન કરતાં પણ સુરક્ષિત છે. ઇઝરાયલ સરળતાથી મકરાન પર હુમલો કરી શકતું નથી. તે ૧,૦૦૦ કિલોમીટર દૂર છે. ઇઝરાયલી લડાકુ વિમાનો ત્યાં પહોંચે તે પહેલાં જ તેનો નાશ કરી દેવામાં આવશે.અલ-મોનિટર મુજબ, પાણીની અછતને કારણે તેહરાનમાં નળ સુકાઈ રહ્યા છે. ઈરાનના બે સૌથી મોટા શહેરોઃ મસ્નહદ અને તેહરાનમાં પાણીની કટોકટી સૌથી ગંભીર છે. તેહરાનનો છેલ્લો જળાશય પણ સુકાઈ જવાની આરે છે. ૩જી નવેમ્બરે બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ છબીઓ દર્શાવે છે કે આ જળાશયમાં ફક્ત ૧૦ દિવસનું પાણી રહે છે.રાષ્ટ્રપતિ મસૂદ પજેÂશ્કયાન કહે છે કે અગાઉની સરકારોની નીતિઓ, આબોહવા પરિવર્તન અને વધુ પડતા વપરાશને કારણે ઈરાન પાણીની કટોકટીનો સામનો કરી રહ્યું છે. રાષ્ટ્રપતિએ દરેકને ધીરજ રાખવાની અપીલ કરી છે.








































