ઈરાને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ખોટો ગણાવ્યો છે કે તેહરાને યુદ્ધવિરામની વિનંતી કરી હતી. અહેવાલો અનુસાર, ઈરાનના વિદેશ મંત્રાલયે યુએસ પ્રમુખના દાવાને “સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો” ગણાવ્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા, ઇસ્માઇલ બાઘેઈએ બુધવારે કહ્યું હતું કે ટ્રમ્પના નિવેદનમાં કોઈ સત્ય નથી. ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે ઈરાને યુદ્ધવિરામની વિનંતી કરી હતી.
ઈરાનના અર્ધલશ્કરી સંગઠન, રિવોલ્યુશનરી ગાર્ડે પણ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ “સંપૂર્ણ અને નિર્ણાયક રીતે અમારા નિયંત્રણ હેઠળ છે. આ સ્ટ્રેટ યુએસ કે અન્ય કોઈ દુશ્મન દેશ માટે ખોલવામાં આવશે નહીં.” રિવોલ્યુશનરી ગાર્ડે ટ્રમ્પના નિવેદનને હાસ્યાસ્પદ ગણાવ્યું હતું. નોંધનીય છે કે ટ્રમ્પે ટુથસોશિયલ પર લખ્યું હતું કે ઈરાને અમેરિકા પાસેથી યુદ્ધવિરામની માંગણી કરી હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે ઈરાનની માંગના જવાબમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ પહેલા ખોલવું જાઈએ.
ટ્રમ્પે કહ્યું, “અમે તેમને કહ્યું હતું કે જા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાન પર બોમ્બમારો ચાલુ રાખશે.” દરમિયાન, ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના વડા ઈબ્રાહિમ અઝીઝીએ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ એવા દેશો માટે બંધ રહેશે જે નવા નિયમોનું પાલન કરતા નથી. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ પણ યુએસ સરકાર સાથે કોઈપણ રાજદ્વારી કરારની શક્્યતાને ફગાવી દીધી હતી, એમ કહીને કે બંને દેશો વચ્ચે “શૂન્ય વિશ્વાસ” છે. તેમણે કહ્યું, “યુએસ પાસે તેમના શબ્દોમાં પ્રામાણિકતાનો અભાવ છે, અને તેમની સાથે વાટાઘાટોનો અનુભવ ક્યારેય સારો રહ્યો નથી.”









































