ઇસ્લામાબાદમાં બલૂચો સાથે એ જ બન્યું છે જે ૧૯૭૧માં બંગાળીઓ સાથે થયું હતું, પરંતુ રાષ્ટ્રીય મીડિયા, પંજાબી મીડિયા અને રાજ્ય મીડિયા સતત મૌન છે. બલૂચ માતાઓ રડતી, વિલાપ કરતી, વિનંતી કરતી રહી, પરંતુ ઇસ્લામાબાદમાં કોઈએ તેમની વાત સાંભળી નહીં.

બલૂચ ક્રાંતિકારીઓ બલૂચિસ્તાનથી ૯૦૦ કિલોમીટર ચાલીને ઇસ્લામાબાદ પહોંચ્યા છે. પરંતુ શાહબાઝ શરીફ આગળ આવી રહ્યા નથી. ફિલ્ડ માર્શલ અસીમ મુનીર જવાબ આપવા આવી રહ્યા નથી. તેના બદલે, પોલીસ મોકલીને બલૂચ મહિલાઓને ઇસ્લામાબાદમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે લાઠી કામ ન કરતી ત્યારે રસ્તો જેલમાં ફેરવાઈ ગયો છે.

ઇસ્લામાબાદના રસ્તાઓ પર બેઠેલી મહિલાઓની સંખ્યા ઓછી હોઈ શકે છે, પરંતુ તેમણે શાહબાઝ શરીફ અને અસીમ મુનીરની ઊંઘ હરામ કરી દીધી છે. બંને આ મહિલાઓના વિરોધથી ડરી ગયા છે. તેમના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. તેમને છાવણી નાખવાની મંજૂરી આપવામાં આવી નથી. મહિલા પોલીસ કર્મચારીઓની મદદથી પણ તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

આ મહિલાઓ ૬ દિવસથી તડકા અને વરસાદમાં ધરણા પર બેઠી છે. ઇસ્લામાબાદના રસ્તા પર બેઠેલી એક માતાનો પુત્ર ૧૦ વર્ષથી ગુમ છે. એક બહેનનો ભાઈ ૧૫ વર્ષથી ગુમ છે. ઘણી દીકરીઓ છે જેમને તેમના પિતાનો ચહેરો પણ યાદ નથી. કેટલીક પત્ની વર્ષોથી તેના પતિની રાહ જોઈ રહી છે. આ બધી મહિલાઓમાં ફક્ત એક જ ગુનેગાર છે – આસીમ મુનીર, જે બલુચિસ્તાનમાં રાતોરાત કોઈપણ ઘરમાંથી કોઈપણના પિતા, ભાઈ અને પુત્રનું અપહરણ કરે છે. સેનાના દુષ્કૃત્યોને કારણે હજારો બલુચ ગુમ છે

એક બલુચ મહિલાએ કહ્યું, “હું મહમૂદ અલીની માતા છું… મારા પુત્રને ૧૮ જૂન ૨૦૨૪ ના રોજ પાકિસ્તાની એજન્સીઓ અને સીટીડી દ્વારા ગુમ કરવામાં આવ્યો હતો… એક વર્ષ વીતી ગયું… પણ અમને ખબર નથી કે તે ક્્યાં છે… અને કઈ સ્થિતિમાં છે… એક વર્ષ દરમિયાન મેં ઘણી વખત વિરોધ કર્યો અને મારા વિસ્તારમાં દરરોજ ૪ કલાક મારો રસ્તો બ્લોક કર્યો… પરંતુ ત્યાંના અધિકારીઓએ અમને ખોટા આશ્વાસનો આપીને ઉભા કર્યા કે તેઓ તમારા માટે બધું કરશે પરંતુ તે પછી કોઈ આવ્યું નહીં.”

એક છોકરીએ પોતાની અગ્નીપરીક્ષા વર્ણવતા કહ્યું, “હું ગુમ થયેલા જાનજી બલોચની પુત્રી છું. મારા પિતાને છેલ્લા ૧૦ વર્ષથી સીટીડી દ્વારા અમારા ઘરેથી, ક્વેટાથી ગુમ કરવામાં આવ્યા છે અને રાત્રે ૩ વાગ્યે સીટીડી  સિવિલ યુનિફોર્મમાં પોલીસ, હ્લઝ્ર અમારા ઘરે આવ્યા. તે સમયે હું ૩ મહિનાની હતી… પણ હવે હું ૧૦ વર્ષની છું પણ મારા પિતા હજુ સુધી મળ્યા નથી. મેં મારા પિતાનો ચહેરો પણ જાયો નથી.”