ઇઝરાયલી સંરક્ષણ દળોએ  જાહેરાત કરી કે તેઓએ તેના શસ્ત્ર ઉત્પાદન મુખ્યાલયમાં હમાસના વિકાસ અને પ્રોજેક્ટ વિભાગના કમાન્ડર બશર થાબેતને મારી નાખ્યા છે. થાબેત હમાસના શાસ્ત્રો ઉત્પાદન સાધનોમાં સંશોધન અને વિકાસ માટે જવાબદાર હોવાનું કહેવાય છે.આઇડીએફએ કહ્યું કે તેઓએ આતંકવાદી માળખાકીય સુવિધાઓ, આતંકવાદીઓ અને ટનલ શોધી કાઢીને નાશ કરી છે. આ હુમલામાં ઇઝરાયલી વાયુસેના પણ સામેલ હતી, જેણે આતંકવાદી લશ્કરી સંકુલ અને અન્ય આતંકવાદી માળખા સહિત લગભગ ૭૫ આતંકવાદી સ્થળો પર હુમલો કર્યો છે.

આઇડીએફે એકસ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “માર્યા ગયેલા બશર થાબેટ હમાસનાશાસ્ત્રો ઉત્પાદન મુખ્યાલયમાં વિકાસ અને પ્રોજેક્ટ્‌સ વિભાગના કમાન્ડર હતા. તેઓ હમાસના શાસ્ત્રો ઉત્પાદન મિકેનિઝમમાં સંશોધન અને વિકાસ માટે જવાબદાર હતા, જે તેમના શાસ્ત્રોના ભંડારને પુનઃસ્થાપિત કરવા અને વધારવા માટે કામ કરતા હતા.” પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે,આઇડીએફ સૈનિકોએ આતંકવાદી માળખા, આતંકવાદીઓ અને ટનલ શોધી કાઢી અને તેનો નાશ કર્યો.આઇએએફ  એ આતંકવાદી જૂથોને નિશાન બનાવ્યા જે  આઇડીએફ સૈનિકો પર હુમલો કરવાના હતા અને આતંકવાદી લશ્કરી સંકુલ અને વધારાના આતંકવાદી માળખા સહિત લગભગ ૭૫ આતંકવાદી સ્થળો પર હુમલો કર્યો.”

અલ જઝીરાના અહેવાલ મુજબ, ઇઝરાયલી સેનાએ ઓછામાં ઓછા ૧૧૫ પેલેન્સીનીયાનોને મારી નાખ્યા, જેમાં ૯૨ સહાય શોધનારાઓ અને બે નાગરિક સંરક્ષણ સહાય કાર્યકરોનો સમાવેશ થાય છે. ગાઝામાં દુકાળ ચરમસીમાએ પહોંચી ગયો છે અને બાળકો ઇઝરાયલ દ્વારા લાદવામાં આવેલી ભૂખમરાથી મરી રહ્યા છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, ગાઝા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકના અહેવાલ સમયગાળામાં ભૂખમરાથી ૧૮ લોકો મૃત્યુ પામ્યા છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, કબજા હેઠળના પશ્ચિમ કાંઠે, પેલેન્સીનીયાનોનું કહેવું છે કે પાણી પુરવઠા પર ઇઝરાયલી વસાહતીઓના હુમલાઓ તેમના ગામોમાં રહેવાનું મુશ્કેલ બનાવી રહ્યા છે.