ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી વિકસાવી છે.ડીઆરડીઓએ ૨૩ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે ઓડિશાના કિનારે ઇંટીગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમનું પહેલું પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું. આ પરીક્ષણમાં, મિસાઇલોને લક્ષ્યની પાછળ ઉડાન ભરી હતી અને મિસાઇલો હવામાં તેમના લક્ષ્યને ફટકારવામાં સફળ રહી હતી.ઇંટીગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ એક બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલી છે, જેમાં બધી સ્વદેશી ઝડપી પ્રતિક્રિયા સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોનો સમાવેશ થાય છે. તેમાં કુલ ત્રણ પ્રકારની મિસાઇલો છે.સ્વદેશી ઝડપી પ્રતિક્રિયા સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો, અદ્યતન ખૂબ જ ટૂંકી શ્રેણીની હવાઈ સંરક્ષણ પ્રણાલી મિસાઇલો અને ઉચ્ચ-શક્તિવાળા લેસર-આધારિત નિર્દેશિત ઉર્જા શસ્ત્ર આ સંરક્ષણ પ્રણાલીમાં શામેલ છે.ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલી વિશ્વની સૌથી અદ્યતન અને મજબૂત પ્રણાલીઓમાંની એક છે, જે બેલિસ્ટીક મિસાઇલો, ક્રુઝ મિસાઇલો, ફાઇટર એરક્રાફ્ટ, ડ્રોન અને હેલિકોપ્ટર જેવા હવાઈ જાખમો સામે રક્ષણ આપવા સક્ષમ છે. આ બહુ-સ્તરીય સિસ્ટમ ખાસ કરીને પાકિસ્તાન અને ચીન જેવા પડોશી દેશો તરફથી ઉદ્ભવતા જાખમોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે. ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલી અદ્યતન રડાર, મિસાઇલ સિસ્ટમ અને કમાન્ડ-એન્ડ-કંટ્રોલ કેન્દ્રોના સંકલિત નેટવર્ક પર આધારિત છે, જે તેને અત્યંત અસરકારક બનાવે છે.રશિયન નિર્મિત જી-૪૦૦ ભારતની સૌથી મહત્વપૂર્ણ શક્તિઓમાંની એક છે. ભારતે ૨૦૧૮ માં ૫ સ્ક્વોડ્રન માટે ૩૫,૦૦૦ કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા. તે ૬૦૦ કિમી સુધીના અંતરે સ્થિર લક્ષ્યોને શોધી શકે છે અને ૪૦૦ કિમી સુધીના અંતરે પ્રહાર કરી શકે છે. તે એકસાથે ૮૦ લક્ષ્યોને ટ્રેક કરી શકે છે અને ૩૬ લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. તે બેલિસ્ટીક મિસાઇલો, ક્રુઝ મિસાઇલો, ફાઇટર એરક્રાફ્ટનો નાશ કરવામાં સક્ષમ છે. પાકિસ્તાન અને ચીનથી થતા ખતરાઓને રોકવા માટે તેને પંજાબ, રાજસ્થાન અને અન્ય સરહદી વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યું છે.ડીઆરડીઓ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા સ્વદેશી રીતે વિકસિત, આ સિસ્ટમમાં ૨૫-૪૫ કિમીની રેન્જ સાથે સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો છે. આકાશ નેક્સ્ટ જનરેશનની રેન્જ ૭૦-૮૦ કિમી સુધી વધારી દેવામાં આવી છે, જે ૧૫૦ કિમી સુધીના ૬૦ થી વધુ લક્ષ્યોને ટ્રેક કરી શકે છે. તે ફાઇટર જેટ, ક્રુઝ મિસાઇલો અને બેલિસ્ટીક મિસાઇલોનો નાશ કરવામાં સક્ષમ છે. એક બેટરી ૬૪ લક્ષ્યોને ટ્રેક કરી શકે છે અને ૧૨ પર હુમલો કરી શકે છે.ભારત અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલ સંરક્ષણ પ્રણાલી ૭૦-૧૦૦ કિમીની રેન્જ સાથે ૧૬ કિમીની ઊંચાઈ સુધીના લક્ષ્યોને નષ્ટ કરવામાં સક્ષમ છે. તે વિમાન, હેલિકોપ્ટર, ક્રુઝ મિસાઇલ અને બેલિસ્ટીક મિસાઇલને અટકાવવામાં અસરકારક છે. તે ૧૬ લક્ષ્યો પર એક સાથે ૨૪ મિસાઇલ ફાયર કરી શકે છે. તેનો ઉપયોગ નૌકાદળ અને સેનામાં થાય છે. તેને ભટિંડા જેવા મહત્વપૂર્ણ બેઝ પર તૈનાત કરવામાં આવ્યું છે. બેલિસ્ટીક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ૮૦ કિમીની ઊંચાઈએ વાતાવરણની બહાર બેલિસ્ટીક મિસાઇલોનો નાશ કરે છે. તેની રેન્જ ૨૦૦૦ કિમી સુધીની છે.