ભારતની મહિલા ટીમ અને ઇંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચેનો વનડે શ્રેણીનો બીજા મેચ લોર્ડ્‌સ ખાતે રમાયો હતો, જેમાં યજમાન ટીમે ૮ વિકેટથી જીત મેળવી હતી. વરસાદને કારણે આ મેચ ૨૯ ઓવરની હતી. પહેલા બેટિંગ કરતા, ભારતની ટીમ ૨૯ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૪૩ રન બનાવવામાં સફળ રહી. જવાબમાં, ઇંગ્લેન્ડે ૨૧ ઓવરમાં આ લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી લીધું. આ જીત સાથે, ઇંગ્લેન્ડની મહિલા ટીમ ઘરઆંગણે વનડેમાં સૌથી વધુ મેચ જીતનાર ટીમ બની ગઈ છે. તેમણે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઘરઆંગણે વનડેમાં ઇંગ્લેન્ડની મહિલા ટીમનો આ ૧૨૧મો વિજય હતો. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ઘરઆંગણે વનડેમાં ૧૨૦ મેચ જીતી છે. હવે ભારતની હાર સાથે, ઇંગ્લેન્ડની મહિલા ટીમ આગળ વધી ગઈ છે.

મેચની વાત કરીએ તો, ભારતીય ટીમને આ મેચમાં પહેલા બેટિંગ કરવાનો મોકો મળ્યો. પહેલા બેટિંગ કરવા આવેલી ટીમ ઇન્ડીયા શરૂઆત આ મેચમાં સારી રહી ન હતી. બીજી ઓવરમાં જ ભારતીય ટીમને પ્રતિકા રાવલના રૂપમાં પહેલો ફટકો પડ્યો. તે ૧૦ બોલમાં ૩ રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્યારબાદ સ્મૃતિ મંધાના અને હરલીન દેઓલ સાથે મળીને તેણે ઇનિંગ્સને આગળ ધપાવી. પરંતુ હરલીન પણ ૪૬ રનના સ્કોર પર આઉટ થઈ અને પેવેલિયન પાછી ફરી. તેણે ૨૪ બોલમાં ૧૬ રન બનાવ્યા. તેણીના આઉટ થયા પછી, હરમનપ્રીત (૭), જેમિમા રોડ્રિગ્ઝ (૩) અને રિચા ઘોષ (૨) પણ કંઈ ખાસ કર્યા વિના આઉટ થઈ ગઈ. મંધાનાએ એક છેડેથી ઇનિંગ્સ સંભાળવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ તેને અન્ય બેટ્‌સમેનોનો ટેકો મળ્યો નહીં. મંધાનાએ પણ ૪૨ રન બનાવીને આઉટ થઈ. તેણીએ તેની ઇનિંગ્સમાં ૫ ચોગ્ગા ફટકાર્યા. અંતે, દીપ્તિ શર્મા ૩૪ બોલમાં ૩૦ રન બનાવીને અણનમ પાછી ફરી. અરુંધતી રેડ્ડીએ ૧૪ રનનું યોગદાન આપ્યું. ભારતની ટીમ નિર્ધારિત ૨૯ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ફક્ત ૧૪૩ રન જ બનાવી શકી. ઇંગ્લેન્ડ માટે સોફી એક્લેસ્ટોને સૌથી વધુ ૩ વિકેટ લીધી.૧૪૪ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની મહિલા ટીમની શરૂઆત શાનદાર રહી છે. ઓપનર ટેમી બ્યુમોન્ટ અને એમી જાન્સે પ્રથમ વિકેટ માટે ૫૪ રન ઉમેર્યા. આ પછી, ઈંગ્લેન્ડને બીજા ઝટકો નેટ સેવર્ડ બ્રન્ટના રૂપમાં ૧૦૨ રનના સ્કોર પર મળ્યો. તે ૨૫ બોલમાં ૨૧ રન બનાવીને આઉટ થઈ ગઈ. જાકે, આ પછી એમી જાન્સ અને સોફિયા ડંકલીએ મળીને ટીમને વિજય અપાવ્યો. જાન્સ ૫૭ બોલમાં ૪૬ રન બનાવીને અણનમ રહી, જ્યારે સોફિયા ડંકલી પણ ૯ રન બનાવીને અણનમ રહી. ઈંગ્લેન્ડની મહિલા ટીમે આ મેચ ફક્ત ૨૧ ઓવરમાં જીતી લીધી. આ જીત સાથે, ઈંગ્લેન્ડે શ્રેણીની બરાબરી કરી લીધી છે. પ્રથમ વનડે મેચમાં, ભારતીય મહિલા ટીમે ૫ વિકેટથી જીત મેળવી.