બાબરાના પાનસડા ગામે એક ચોંકાવનારી ઘટના બની હતી. એક પુરુષે ‘અહીંયા આ દિવાલ આપણી સહિયારી છે’ કહેતા તેમને ગાળો બોલી ધમકી આપી હતી. બનાવ અંગે ભરતભાઇ વાઘજીભાઇ જોટંગીયા (ઉ.વ.૬૦)એ લાલજીભાઇ ભીખાભાઇ ઢોલરીયા (ઉ.વ.૩૮) સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે તેના ગામમાં આવેલા બીજા ઘરે તેનું મોટરસાઇકલ ડેલી બહાર કાઢીને મુક્યું હતું. આ દરમિયાન તેની બાજુમાં રહેતાં આરોપીએ તેને કહેલ કે ‘તું અહીંયા ગાડી મુકતો નહી’ જેથી તેમણે આરોપીને કહેલ કે ‘આ દિવાલ આપણી સહિયારી છે’ તેવું કહેતાં આરોપીને સારૂ નહી લાગતાં ઉશ્કેરાઇ જઈ અશ્લિલ ગાળો હતી. તેમજ તેના માથાના ભાગે લોખંડના પાઇપનો ઘા મારીને માથામાં ૫-ટાંકાની ઇજા કરી હતી. સાહેદ નીલમબેન વચ્ચે આવતાં આરોપીએ તેને પણ માથાના ભાગે પાઇપ મારી હતી. તેમજ તેમને તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ ગોબરભાઇ રાઠોડ વધુ તપાસ ચલાવી
રહ્યા છે.



































