અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા ૭રમા ભારતીય સહકાર સપ્તાહની ઉજવણી અંતર્ગત સહકારી સેમિનાર તેમજ જિલ્લાની શ્રેષ્ઠ કામગીરી કરનાર મંડળી તરીકે જિલ્લામાં તૃતીય સ્થાન મેળવવા બદલ શ્રી આશિષ શરાફી સહકારી મંડળી લી-બગસરાનું સન્માન કરવામાં આવશે. તા.૧૬ને રવિવારના રોજ સતવારા સમાજની વાડી ખાતે સાંજના ૪ કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંડળીના ચેરમેન અનિલકુમાર શેખે જણાવ્યું હતું કે, ખુબ જ ટૂંકાગાળામાં મંડળીએ સભાસદોનો વિશ્વાસ જીત્યો છે. પારદર્શક વહીવટ અને સભાસદના હિતનું ધ્યાન રાખી મંડળી દ્વારા નિર્ણયો લેવામાં આવે છે. ફિકસ ડિપોઝીટ પર સભાસદને પુરૂ વળતર મળે તેવા પ્રયાસો કરવામાં આવે છે. મંડળીનો તૃતીય નંબર સભાસદો અને ડીરેકટરોને આભારી છે.