ગુજરાતના સહકારી ક્ષેત્રના પ્રણેતા અને અમરેલી સહકાર ચળવળના સ્તંભ સ્વ. દ્વારકાદાસ મોહનદાસ પટેલ (ડી. એમ. પટેલ)ની યાદમાં તેમની પ્રતિમાનું અનાવરણ ૧ જાન્યુઆરી, ૨૦૨૬ ગુરૂવારના રોજ સવારે ૧૦ વાગ્યે અમરેલી સ્ટેશન રોડ ખાતે ડી. એમ. પટેલ ચોક (રેડ કોર્નર) ખાતે યોજાશે. અનાવરણકર્તા તરીકે ઉર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા હાજરી આપશે.જ્યારે મુખ્ય મહેમાન તરીકે સાંસદ ભરતભાઈ સુતરિયા રહેશે. કાર્યક્રમમાં અતિથિ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને પૂર્વ માર્કેટિંગ યાર્ડ ચેરમેન પી.પી. સોજીત્રા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું આયોજન કેરિયા રોડ વિકાસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.