યાત્રિયોની સુવિધા તથા તેમની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર રેલવે મંડળના મીટરગેજ સેક્શનમાં વિશેષ ભાડા પર જૂનાગઢ અને ચલાલા સ્ટેશનો વચ્ચે ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ (સોમવાર)થી દૈનિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી મુજબ જૂનાગઢથી ચલાલા જતી દૈનિક મીટરગેજ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી સવારે ૧૦ઃ૪૦ વાગ્યે પ્રસ્થાન કરશે અને બપોરે ૧૪ઃ૧૦ વાગ્યે ચલાલા સ્ટેશન પહોંચશે. વાપસીમાં ચલાલાથી જૂનાગઢ જતી દૈનિક મીટરગેજ સ્પેશિયલ ટ્રેન ચલાલાથી બપોરે ૧૪ઃ૪૦ વાગ્યે પ્રસ્થાન કરશે અને સાંજે ૧૭ઃ૩૫ વાગ્યે જૂનાગઢ સ્ટેશન પહોંચશે.આ ટ્રેન માર્ગમાં તોરણિયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર, જેતલવડ, ભાડેર અને ધારી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. સોમવારથી શરૂ થનાર આ ટ્રેનને લઈ મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.