૫૭ વર્ષ પછી ભારત અને આર્જેન્ટિના વચ્ચેની મિત્રતા નવી ઊંચાઈએ પહોંચી રહી છે. ૫૭ વર્ષ પછી કોઈ ભારતીય વડા પ્રધાન આર્જેન્ટિનાની મુલાકાતે ગયા. જ્યારે પીએમ મોદી બ્યુનોસ આયર્સ પહોંચ્યા ત્યારે રાષ્ટ્રપતિ જાવિઅર મિલેઈએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. મિલેઈએ પીએમ મોદીને ગળે લગાવ્યા અને તેમનું રાજ્યકક્ષાએ સ્વાગત કર્યું. આ દરમિયાન ભારત અને આર્જેન્ટિનાએ તેમના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં. આ અંતર્ગત ઘણા નવા ક્ષેત્રોમાં કરારો કરવામાં આવ્યા. આનાથી બંને દેશો વચ્ચેના સંબંધોને એક નવું પરિમાણ મળ્યું. આર્જેન્ટિના ઘણા ક્ષેત્રોમાં ભારતની ચીન પરની નિર્ભરતાનો અંત લાવશે.
બંને દેશો વેપારમાં વૈવિધ્ય લાવવા અને સંરક્ષણ, દવા, ઉર્જા, ખાણકામ અને મહત્વપૂર્ણ ખનિજાના ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત થયા. આ કરાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિઅર મિલેઈ વચ્ચે વ્યાપક વાટાઘાટો દરમિયાન થયો હતો. મોદી પાંચ દેશોની મુલાકાતના ત્રીજા તબક્કામાં આર્જેન્ટિના પહોંચ્યા હતા. વર્ષ ૨૦૧૮માં, મોદી ય્-૨૦ સમિટ માટે આર્જેન્ટિના ગયા હતા, પરંતુ ૫૭ વર્ષમાં ભારતીય વડા પ્રધાનની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત છે.
મીટિંગ દરમિયાન, પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતને સમર્થન આપવા બદલ રાષ્ટ્રપતિ મિલીનો આભાર માન્યો. બેઠક બાદ, પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર લખ્યું કે અમે ભારત-આર્જેન્ટિના રાજદ્વારી સંબંધોના ૭૫ વર્ષ અને વ્યૂહાત્મક ભાગીદારીના પાંચ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને અમે ભવિષ્ય વિશે આશાવાદી છીએ.
ઘણા નવા ક્ષેત્રોમાં આર્જેન્ટિના સાથેની મિત્રતા ભારતની ચીન પર નિર્ભરતા ઘટાડશે. પ્રધાનમંત્રી મોદીએ ખાસ કરીને દવા અને રમતગમતના ક્ષેત્રમાં સહયોગની શક્યતાઓ પર ભાર મૂક્્યો. વિદેશ મંત્રાલયમાં સચિવ (પૂર્વ) પેરિયાસામી કુમારને મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ વાતચીતમાં કહ્યું હતું કે ભારત અને આર્જેન્ટિના કુદરતી ભાગીદાર છે અને આ ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. મહત્વપૂર્ણ ખનિજાના ક્ષેત્રમાં સહયોગ અંગેનો કરાર ભારત માટે વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે દેશ હાલમાં ચીન પર નિર્ભરતા ઘટાડવાના ઉદ્દેશ્યથી દુર્લભ ખનિજાના વિશ્વસનીય પુરવઠાને સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.
આર્જેન્ટિના પાસે લિથિયમ, તાંબુ અને અન્ય દુર્લભ ખનિજાનો ભંડાર છે, જે ભારતની સ્વચ્છ ઉર્જા અને ઔદ્યોગિક જરૂરિયાતો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. બેઠકમાં, બંને નેતાઓએ ઉર્જા ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર પણ વિચાર કર્યો અને તેને ભવિષ્યના સહયોગના મુખ્ય સ્તંભ તરીકે જાયો.