આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાએ પાર્ટીથી છેડો ફાડ્યો છે. આપના નેશનલ જાઇન્ટ સેક્રેટરી ચેતન રાવલે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. અંગત કારણોસર રાજીનામાનો પત્ર ઈશુદાન ગઢવીને મોકલી આપ્યો છે. ચેતન રાવલ ગોવા આપના પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી રહ્યાં છે. તેઓએ અંગત કારણોસર રાજીનામુ આપવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
બીજી ચર્ચા એ પણ છે કે, ચેતન રાવલ આગામી દિવસોમાં કોંગ્રેસમાં ઘરવાપસી કરશે. અગાઉ તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી આપમાં જાડાયા હતા. ચેતન રાવલ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસમાં વાપસી કરવાના છે. તેઓ પોતાના સમર્થકો સાથે પક્ષપલટો કરશે. આમ, હાલ ચાલી રહેલા પક્ષપલટાના મોસમનો લાભ તેઓ લઈ શકે છે.
ચેતન રાવલ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી સ્વ. પ્રબોધ રાવલના પુત્ર છે. ચેતન રાવલ અમદાવાદની બે બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. અમદાવાદના અસારવા અને ખાડિયા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને પ્રવક્તા રહી ચૂક્યા છે. આ સાથે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.