આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી કે તે ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૧૦ હજાર બેઠકો પર ચૂંટણી લડશે. ગુજરાત આપના પ્રમુખ ઈસુદાન ગઢવી અને મહામંત્રી મનોજ સોરઠિયાએ સંયુક્ત રીતે ઉમેદવારો માટે ઉમેદવારી પત્રો બહાર પાડ્યા અને દાવો કર્યો કે પાર્ટી રાજ્યમાં એક વિશ્વસનીય રાજકીય વિકલ્પ તરીકે ઉભરી આવી છે. રાજ્યના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં અનેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે.આપના ગુજરાત એકમના પ્રમુખ ઇસુદાન ગઢવી અને મહામંત્રી મનોજ સોરઠિયાએ સંયુક્ત રીતે અહીં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં ઉમેદવારો માટે ઉમેદવારી પત્રો બહાર પાડ્યા અને દાવો કર્યો કે પાર્ટી રાજ્યમાં એક વિશ્વસનીય રાજકીય વિકલ્પ તરીકે ઉભરી આવી છે.રાજ્યમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં અનેક સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે ચૂંટણી યોજાવાની છે. સોરઠિયાએ જાહેરાત કરી કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ત્રણ મહિના પછી યોજાશે અને આપ રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ૧૦,૦૦૦ થી વધુ બેઠકો પર ચૂંટણી લડશે.સોરઠિયાએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટી એવા બધા લોકોનું સ્વાગત કરે છે, જેઓ ગુજરાતમાં પરિવર્તન લાવવા માંગે છે અને રાજ્યને “ભાજપના ભ્રષ્ટ શાસન”થી મુક્ત કરવા માંગે છે.અમે ગુજરાતના સામાજિક નેતાઓ, રાજકીય અને ખેડૂત નેતાઓ તેમજ યુવાનો અને ઉદ્યોગપતિઓને આપમાં જાડાવા અને ચૂંટણી લડવાની તક આપી રહ્યા છીએ. અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટી એવા બધા લોકોનું સ્વાગત કરે છે જેઓ ગુજરાતમાં પરિવર્તન લાવવા માંગે છે.આમ, ગુજરાત આમ આદમી પાર્ટીએ ઉમેદવારી માટે ફોર્મ જાહેર કર્યું છે. સ્થાનિક સ્વરાજની ચુટંણી લડવા ઇચ્છુક ઉમેદવારો માટે ફોર્મ જાહેર કર્યું છે. આ વિશે આપ સંગઠન મંત્રી મનોજ સોરઠિયાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહી છે. સ્થાનિક સ્વરાજની ૧૦ હજારથી વધારે બેઠકો પર ચુંટણી લડાશે. આમ આદમી પાર્ટી ગુજરાતની સેવા કરવા ઈચ્છુક યુવાનોને આહવાન કરે છે. સામાજીક અને રાજકીય આગેવાનોને આપમાંથી ઉમેદવારી કરવા આમંત્રણ આપે છે. ગુજરાત આપ એ ઉમેદવારી માટે ઈચ્છુક લોકો માટે ફોર્મ જાહેર કર્યું. ભરેલું ફોર્મ જિલ્લા સ્તરે જમા કરાવી શકાશે. ઓન લાઇન માધ્યમથી પણ ફોર્મ જમા કરાવી શકાશે. જે ફોર્મ જમા થયા હશે તેમાંથી સ્કુટીની કરી યોગ્ય લોકોને પસંદ કરાશે. પસંદ થયેલા લોકોના આપ ઉમેદવારી માટે તક આપશે.આમ આદમી પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યુ કે, ગુજરાતમાં રોજગારી બચાવવા માટે જીવ આપવો પડે છે. અમદાવાદના જશોદા નગરમાં વિસ્તારનો બનાવ દુખદ બન્યો છે. ગુજરાતની બે કરોડ કરતાં વધારે મહિલા માટે અરીસા સમાન છે. પોતાનો રોજગાર બચાવવા માટે મહિલાએ આત્મવિલોપન કરવું પડ્યું. લાખો રૂપિયાની લાંચ આપ્યા છતાં આ સ્થિતિ છે. સરકારની જવાબદારી રોજગારી આપવાની છે. લોકોએ પોતાના ખર્ચે બનાવેલી દુકાનો સરકાર તોડી રહી છે. ગુજરાત ભાજપનુ કયું એવું મોડલ છે જ્યાં મહિલાઓએ આત્મવિલોપન કરવું પડે છે. ગુજરાતનુ દેવું દિવસે દિવસે વધી રહ્યુ છે. પાંચ લાખ કરોડનું દેવું થઈ ગયું છે.