દેડિયાપાડામાં પીછા ગ્રાઉન્ડ ખાતે ૨૪ જુલાઈના રોજ આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન કરાયું હતું. આ સભાનો હેતુ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર થયેલા ખોટા કેસ અને ધરપકડના વિરોદમાં તેમનું સમર્થન કરવાનો હતો. જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જાહેરસભા સંબોધી હતી. જેમાં ભગવંત માને કહ્યું કે, પશુપાલકોના પૈસા ખાઈ જતી આ સરકાર અહંકારી છે. તો કેજરીવાલે કહ્યું કે, ભાજપ-કોંગ્રેસ ભેગા થઈ લોકોને લૂંટે છે.વરસાદી વાતાવરણ વચ્ચે પણ ચૈતર વસાવાના સમર્થકો અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ સભાનું આયોજન એવા સમયે થયું છે, જ્યારે દેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા ‘લાફાકાંડ’ મામલે છેલ્લા ૧૯ દિવસથી જેલમાં છે. આપ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, ભાજપના ઈશારે તેમના ધારાસભ્યને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ સભાને ચૈતર વસાવાના સમર્થનમાં શક્તિપ્રદર્શન તરીકે જાવામાં આવી રહી છે. આજની આ સભામાં કેજરીવાલ અને ભગવંત માન દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.આપના નેતાઓએ ભાજપ અને કોંગ્રેસ પર એકસાથે પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપ, કોંગ્રેસ ભેગા થઈને લોકોને લૂંટે છે.
તેમણે આરોપ મૂક્યો કે, આ બંને પાર્ટીઓ એક જ છે અને કોંગ્રેસ ઇચ્છતી નથી કે કોઈ બીજી પાર્ટી આવે.આમ આદમી પાર્ટીએ આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે જાહેરાત કરી કે, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, યુવાનોને ટિકિટ આપીશું. આ પાર્ટી ગરીબોની પાર્ટી છે. તેમણે યુવાનોને આહ્વાન કરતાં કહ્યું કે, યુવાનો ઊભા થાવ અને બધા આગળ આવો.
ગુજરાતમાં બદલાવની જરૂરિયાત છે. આપના નેતાએ ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં રોડ બગડેલા છે અને પુલ તૂટે છે. રાજ્યમાં ખુલ્લેઆમ નકલી દારૂ મળે છે. આ બધી પરિસ્થિતિઓને બદલવી પડશે.‘ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીને પણ જેલમાં મોકલશે’
કેજરીવાલે કહ્યું આપના ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને વર્તમાન પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ભાજપ સરકાર પર સીધા અને આકરા પ્રહારો કરવા માટે જાણીતા છે. પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા ગોપાલભાઇએ ભાજપ વિરુદ્ધ અનેક આંદોલનો કર્યા છે. જેથી ભાજપના નેતાઓ પરના તેમના સીધા આક્ષેપોને કારણે તેઓ રાજકીય રીતે નિશાન બની શકે છે.એક પત્રકાર તરીકે નામના મેળવ્યા બાદ રાજકારણમાં આવેલા ઈસુદાન ગઢવી સતત જનતાના મુદ્દા ઉઠાવી રહ્યા છે. ભ્રષ્ટાચારના મુદ્દે તેમણે સરકારને વારંવાર ઘેરી છે. જેથી તેમને પણ આવનાર સમયમાં આ સરકાર જેલમાં ધકેલશે.’
તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ચૈતર વસાવાને બિવડાવે છે. પરંતુ, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, એમને ખબર નથી કે એ બબ્બર શેર છે.ચૈતર વસાવાએ ?૨,૫૦૦ કરોડનું કૌભાંડ બહાર પાડ્યું એટલે એમને જેલમાં ધકેલ્યા’કેજરીવાલે ચૈતર વસાવાને જેલમાં મોકલવા પાછળનું મુખ્ય કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે, આ ભાજપવાળા એટલા ગંદા છે. ?૨,૫૦૦ કરોડનું મનરેગા કૌભાંડ બહાર લાવ્યું, તો એમણે ચૈતરભાઇને જેલમાં મોકલાવી દીધા.જેલ કે તાલે તૂટેંગે, ચૈતર વસાવા છૂટેંગે’
અરવિંદ કેજરીવાલે જેલમાં રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક મજબૂત સૂત્ર આપ્યું. તેમણે જારદાર અવાજે કહ્યું કે, “જેલ કે તાલે તૂટેંગે, ચૈતર વસાવા છૂટેંગે.”કેજરીવાલે જણાવ્યું કે, ભાજપ સરકાર દ્વારા ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે, કારણ કે તેઓ આદિવાસીઓના હક માટે લડી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ચૈતર વસાવા તમારા માટે લડી રહ્યા હતા. તેઓ તમારા જમીન, જંગલ, અધિકારો માટે લડી રહ્યા હતા.