આધુનિક માતાઓ પોતાના ફીગરની ચિંતા વધારે કરે છે તેથી તે માતા બનવા માટે ઝડપથી તૈયાર થતી નથી. તેઓ એવું માને છેકે માતા બનવાથી પોતાનું શરીર ધસાઈ જશે અને ફીગર બરાબર જળવાશે નહિં આવુ વિચારીને તે મોટી ઉંમરે માતા બને છે. જે ધણું મોડું થઈ જાય છે. જેથી તેનું શરીર વધારે નબળું બને છે. આધુનિક માતા પોતાના બાળકને જન્મ આપ્યા પછી ધાવણ ધવડાવતી નથી કારણકે તેમનું દૈહિક સૌંદર્ય બગડવાનો તેમને ભય લાગે છે. આથી તેઓ તેમના વિકાસમાં બેબી ફૂડ આપે છે. તેથી તેઓ ભૂલી જાય છે કે, માતાના ધાવણથી પોતાના બાળકનું શારિરીક બંધારણ આજીવન મજબૂત બને છે. બેબીફૂડ કેન્સરનું જનક બનવાની વાત તબીબોએ જાહેર કરી છે. ધાવણ નહીં આપવાથી સ્તનમાં દુધ ગંઠાઈને કેન્સરની ગાંઠ બને છે અને માતા સ્તનના કેન્સરની ભોગ બને છે. જેથી માતાએ બાળકના જન્મ પછી તરત જ બાળકને સ્તનપાન કરાવવું જોઈએ. જેથી તેને સ્તનની ગાંઠ ન થાય અને બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે. આધુનિક માતાઓ કોઈની ગુલામ બનવા માંગતી જ નથી. આધુનિક માતાઓ પોતાનો સમય ક્લબોમાં અને કીટી પાર્ટીમાં તથા પતા રમવામાં વિતાવે છે. ઘણીવાર માતાપિતા એટલા રચ્યા પચ્યા હોય છે, કે હઠે ભરાયેલા બાળકોને શાંત કરવા માટે મોંઘાદાટ રમકડાં આપે અને તાત્કાલિક પ્રશ્ન ઉકેલી નાંખે. પછી માતા-પિતા અને બાળકોના લાગણીઓના તંતુ જોડાતા નથી, જેથી માતા-પિતા અને બાળક એકબીજા પ્રત્યે દુર્લક્ષ સેવે છે, એકબીજા માતાપિતા બાળકની અને બાળક માતાપિતાની લાગણીને સમજી શકતા નથી, જેથી માતા-પિતા બાળકોને નાના હોય ત્યારે ઘોડિયાઘરધરમાં મૂકી આવે તેમ બાળકો મોટા થતા માતા-પિતાને વૃધ્ધાશ્રમમાં મૂકી આવે છે. વૃધ્ધાશ્રમમાં એજ વડીલો વધારે આવે છે જેમણે તેમના દીકરા- દીકરી પ્રત્યે દૂર્લક્ષ સેવ્યુ હોય. આધુનિક સમાજમાં વધારે પડતી સુધરેલી સ્ત્રીઓ લગ્ન કરવા નથી માગતી અને લગ્ન કરે તો બાળકનો જન્મ થવા દેવામાં નથી માનતી અને જન્મ થઈ જાય તો તેને બાળકને સારી રીતે ઉછેરવામાં રસ નથી હોતો. કેમ કે, સંતાનોને એ તેના વિલાસી જીવન પંથે પડેલો મોટો પથ્થર સમજે છે. આયા પાસે ઉછરતા બાળકો આયાને વધુ જોતા હોય તો આયાનું અનુકરણ કરે છે. વધુ સમય ઘોડિયાઘરમાં ઉછરતા સંતાનોને મમ્મીનું વહાલ ન મળે, સ્મિત ન મળે, આંખોનું અમી ન વરસે, ભીની ભીની ચુંબનોની રમઝટ ન બોલાય, આલિંગનનો આનંદ ન પમાય, માના પ્રેમથી વંચિત રહી જાય તેવાં બાળકો મોટા થતા ડિપ્રેશનનો ભોગ બને, કુસંગે ચડતાં દારૂ, જુગાર કે ડ્રગના બંધાણી બને, સમાજના ખૂંખાર ગુંડાઓ બને. વિદેશી બાળકો કે જેમની પાસે પહેલેથી હથિયારો હોય તે એમ વિચારે છે કે, જેમણે તેમને બાળપણમાં હેરાન કર્યા હોય તેમને તે બંદૂકની ગોળીઓથી વિંધવાનું વિચારે છે, અને લાગ મળે ત્યારે ગોળીબાર પણ કરતા હોય છે, બાળકોમાં સહનશક્તિનો અભાવ હોય છે. વિદેશોમાં છાશવારે આવી ઘટના જોવા મળતી હોય છે. હવે, આવી ઘટનાઓમાંથી વિદેશોના સમજદાર માતાપિતા પણ પોતાના બાળકોની લાગણી સમજવાનો પ્રયત્ન કરતા થયા છે, જેથી તેમનું અને તેમના બાળકોનું ભવિષ્યનું જીવન ઉજ્જવળ બને. વિદેશોના અમુક રાષ્ટ્રોમાં સમૃધ્ધિની રેલમછેલ છે, પણ જો બાળકો માટે સમય ન ફાળવવાના લીધે જીવનમાંથી શાંતિ, ચિતમાંથી પ્રસન્નતા, કૌટુંબિક જીવન અને શારીરિક આરોગ્ય તળિયે જઈને બેઠા છે. જેથી, આપણા સુધરેલા સમાજના લોકો જે વિદેશોનું અનુકરણ કરતા હોય તેમણે વિદેશને બદલે આપણી સંસ્કૃતિને અનુસરવું જોઈએ. ખોટી ઝાકઝમાળમાં અંજાવુ ન જોઈએ અને પોતાના બાળકો માટે સમય ફાળવવો જોઈએ. કવિ ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે, “ લાગ્યો કસુંબીનો રંગ –
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગઃ
ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ”.
જેથી આધુનિકતા તરફ અંજાયા વગર બાળકોના યોગ્ય વિકાસમાં જેટલો વધુ સમય ફાળવી શકાય તેટલો સમય ફાળવવો જોઈએ.