બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ ૫ વર્ષમાં એક ખાસ સ્થાન હાંસલ કર્યું છે. તાજેતરમાં નેટફલિકસ પર રિલીઝ થયેલી ઝ્રંઙ્મિ ફિલ્મમાં અનન્યા પાંડેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. અનન્યા પાંડે પણ આ ફિલ્મ સાથેના તેના સંબંધોને કારણે હેડલાઇન્સમાં છવાયેલી રહે છે. અનન્યા પાંડે એક્ટર આદિત્ય રોય કપૂરને લાંબા સમયથી ડેટ કરી રહી હતી. બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર બંનેએ પણ નામ લીધા વિના બ્રેકઅપની પુષ્ટિ કરી છે. હવે અનન્યા પાંડેનું નામ હોલીવુડ મોડલ ‘વોકર બ્લેન્કો’ સાથે જોડાઈ રહ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે અનન્યા પાંડે વોકર બ્લેન્કોને ડેટ કરી રહી છે. તાજેતરમાં અનન્યા પાંડેના જન્મદિવસ પર વોકરે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. જેમાં વોકરે પણ ખુલ્લેઆમ અનન્યા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. વોકર બ્લેન્કોએ અનન્યાનો ફોટો પોસ્ટ કરીને લખ્યું, ‘સુંદર છોકરીને જન્મદિવસની શુભેચ્છા, તમે ખૂબ જ ખાસ છો, હું તને પ્રેમ કરું છું.’ આ પોસ્ટ બાદ તેમના સંબંધોના સમાચાર પણ તેજ થઈ ગયા છે. જો કે અત્યાર સુધી બંનેમાંથી કોઈએ આ સંબંધની ખુલીને પુષ્ટિ કરી નથી.
વોકર બ્લેન્કો હોલીવુડ મોડલ છે અને અમેરિકાની રહેવાસી છે. વોકર બ્લેન્કો મોડલિંગના કારણે ગ્લેમરની દુનિયા સાથે જાડાયેલા છે. વોકર અને અનન્યા વચ્ચેની મિત્રતા પણ ઘણી જૂની હોવાનું કહેવાય છે. પાછલા મહિનાઓમાં, વોકર અને અનન્યા અનંત અંબાણીની સગાઈમાં પણ સાથે જાવા મળ્યા હતા. ત્યારથી તેમના અફેરના સમાચાર હેડલાઇન્સમાં છે. હવે વોકરની પોસ્ટે આ જાખમોને વધુ સમર્થન આપ્યું છે. વોકર અમેરિકાના શિકાગો શહેરનો રહેવાસી છે. વોકરની ફેસબુક પ્રોફાઇલ મુજબ, વોકરે તેનો મોટાભાગનો સમય ફ્લોરિડા અને મિયામીમાં વિતાવ્યો છે. વેસ્ટમિન્સ્ટર ક્રિશ્ચિયન સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ તે મોડલિંગની દુનિયામાં આવી.
તાજેતરમાં જામનગરમાં અનંત અંબાણીની સગાઈમાં વોકર બ્લેન્કો પણ જોવા મળ્યો હતો. અહીં તેની સાથે અનન્યા પાંડે પણ જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, વોકર બ્લેન્કો અહીં જામનગરના વંટારામાં કામ કરે છે. વોકર પ્રાણી પ્રેમી છે. વોકરનું ઇન્સ્ટાગ્રામ પણ
પ્રાણીઓ સાથેની તેની તસવીરોથી ભરેલું છે. વોકર્સ તેમનો મોટાભાગનો સમય પ્રાણીઓ વચ્ચે વિતાવે છે.