આણંદ શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટનાને પગલે ગભરાટ ફેલાયો હતો. જેમાં પૂર્વ પટ્ટી વિસ્તારની બીસ્મિલ્લાહ સોસાયટીમાં ફાયરિંગનો આ બનાવ બન્યો હતો. જેને પગલે અસામાજિક તત્વોએ આણંદ પોલીસને ખુલ્લો પડકાર ફેંકયો હોય તેવું જણાઈ રહ્યું છે. ફાયરિગની આ ઘટના બાદ સફાળી જાગેલી પોલીસ એક્શન મોડમાં આવી હતી.
જેમાં ક્રાઈમ બ્રાંચે રાજુ મચ્છી નામના શખ્સની અટકાયત કરી હતી. જોકે પોલીસ દ્વારા ફાયરિંગની ઘટનાને પુષ્ટિ આપવામાં આવી નથી. બીજીતરફ આરોપી રાજુ મચ્છી બંદૂક સાથે ઝડપાયો હોવાની માહિતી મળી છે. ગત રાત્રે ૩થી ૪ જગ્યાએ આરોપીએ બબાલ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.