આણંદ શહેરમાં આજે સવારે રાજનીતિમાં ગરમાવો લાવતી ઘટના બની છે. આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી હોસ્પિટ્લ ઇકબાલ મલેક ઉર્ફે બાલાની બાકરોલ તળાવના વોક-વે પર છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. સવારે નિત્યક્રમ મુજબ મો‹નગ વોક માટે નીકળેલા ઇકબાલ મલેક પર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.પ્રાથમિક માહિતી અનુસાર, મલેક જ્યારે બાકરોલ તળાવ પાસેથી વોક કરતા હતા ત્યારે ત્યાં કેટલાક શખ્સો પહોંચ્યા. તેમના વચ્ચે કોઈ બાબતને લઈને વિવાદ થયો અને બાદમાં હુમલાખોરોએ છરી વડે હુમલો કરી દીધો. હુમલામાં ઇકબાલ મલેકને ખાસ કરીને પેટના ભાગે ગંભીર ઈજા થઈ, જેના કારણે તેમણે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો.ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ડ્ઢઅજીઁ ટીમ ઘટનાસ્થળે દોડી આવી. પોલીસે સ્થળ પર પહોંચી પેનચેકી કરી અને ઇકબાલ મલેકનો મૃતદેહ કબજામાં લીધો. હાલ પોલીસે ગુનો નોંધીને અજાણ્યા હુમલાખોરોની શોધખોળ શરૂ કરી દીધી છે. હુમલાખોરો ઘટના બાદ તરત જ ફરાર થઈ ગયા હોવાથી પોલીસે તેમની ધરપકડ માટે ખાસ ટીમો રવાના કરી છે.હાલ સુધી ઇકબાલ મલેકની હત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોલીસના સૂત્રો મુજબ, વ્યક્તિગત દુશ્મની કે રાજકીય વેરઝેરને કારણે આ ઘટના બની હોવાની શક્યતા છે. જાકે તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત બહાર આવશે.પૂર્વ હોસ્પિટ્લ તરીકે સેવા આપેલા ઇકબાલ મલેકના મોતથી કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક રાજકીય વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સ્થાનિક લોકોએ પોલીસ તંત્રને ગુનેગારો ઝડપથી પકડીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.