આણંદમાં અમુલ ડેરીની પ્રાથમિક મતદાર યાદીનો વિવાદ વકર્યો છે. છ જેટલા નેતાઓ બોગસ મતદાર બન્યા હોવાની વાંધા અરજી કરવામાં આવી છે. તેમાં કેડીસીસી બેન્કના વાઇસ ચેરમેનની પત્ની સામે વાધા અરજી કરવામાં આવી છે.
ખેડા જિલ્લા ખરીદવેચાણ સંઘના ચેરમેન અને તેમની પત્ની સામે વાંધા અરજી કરવામાં આવી છે. કપડવંજ માર્કેટ યાર્ડના ચેરમેન સામે પણ વાંધા અરજી કરવામાં આવી છે. આ તમામ નેતાઓ બોગસ મતદાર બન્યા હોવાની વાંધા અરજી છે. ૪૧ મંડળીઓના ચેરમેનના મતો રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ઠરાવ પ્રમાણે જે ગામની મંડળી હોય તે જ ગામનો વ્યક્તિ સભાસદ બની શકે છે.
ગામના કાર્યક્ષેત્રની બહારનો કોઈ વ્યક્તિ સભાસદ બની ન શકે. ચૂંટણીજીતવા ભાજપે સાત નેતાઓને સભાસદ બનાવ્યાનો આક્ષેપ છે. બોગસ મતદારો સામે ખંભાતના બાબુભાઈ વકીલે વાંધા અરજી કરી છે. આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ સામે વાંધા અરજી કરવામાં આવી છે. કેડીસીસી બેન્કના વાઇસ ચેરમેનના પત્ની પ્રકાશબેન પરમાર સામે અરજી કરવામાં આવી છે.
આ જ રીતે ખેડા બેન્કના એપીએમસીના ચેરમેન જયરામ રબારી, તેમના પત્ની સુજનબેન રબારી સામે વાંધા અરજી કરવામાં આવી છે. આ જ રીતે નવાગામના જયેશભાઈ પટેલ સામે વાંધા અરજી કરવામાં આવી છે. કપડવંજ એપીએમસીના ધ્રુવલ પટેલ સામે પણ વાંધા અરજી કરવામાં આવી છે.
આ ઉપરાંત અમુલ ડિરેક્ટરના પત્ની અનિતા પાઠક સામે વાંધા અરજી કરવામાં આવી છે. આ તમામ નેતાઓ પોતાના ગામથી દૂરની મંડળીઓમાં સભાસદ છે. ગામથી દૂર હોવા છતાં પણ અમૂલની મતદાર યાદીમાં તેમનો સમાવેશ કરાયો છે.