વડીયા તાલુકાના તોરી ગામે આવેલા લાલજી મંદિરે સમસ્ત સેવકગણ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત કથા કરનાર કથાકાર શાસ્ત્રી અમીતદાદાનું ફુલહાર, કીટ અને સન્માનપત્ર આપી આઝાદ યુવક મંડળના પ્રમુખ વિનુભાઈ કોટડીયા, મનુભાઈ સાવલીયા દ્વારા લાલજી મંદિરના પૂજારી અને સંગીતની ટીમનું સન્માન કર્યું હતું. તોરી ગામે ચાલી રહેલી ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહમાં આઝાદ યુવક મંડળ દ્વારા લાલજી મંદિરના પૂજારી અખલેષબાપુ, દિલીપબાપુ, તબલચી આયુષ્યભાઈ, વાંજીત્રવાદક દિવ્યાંષભાઈ બારોટ, ઘનશ્યામદાદા, અભયભાઈ, કથામાં સેવા આપતા મનુભાઈ સાવલીયા, વિઠલભાઈ વેકરીયા, ઘનશ્યામભાઈ રૂડાણી, ભીખાભાઈ બોરડ, વિઠલભાઈ પોશીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ભાગવત કથામાં ગ્રામજનો સહિત અનેક ગામના લોકો કથાનું શ્રવણ કરી રહ્યા છે.










































